અમરેલી જિલ્લામાં કોરોના સંક્રમિત કેટલા લોકો ઓક્સિજન અભાવે કેટલા મૃત્યુ થયા? લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી માહિતી માંગી

લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી માહિતી માંગેલ છે કે જિલ્લાના કેટલા તાલુકા અને શહેરમાં કોરોના સંક્રમિત લોકો ઓક્સિજનના અભાવે મૃત્યુ પામ્યા છે તેની સઘળી વિગતો આપવા પત્રમાં જણાવ્યું છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સહિત સમગ્ર દેશમાં ૨૦૨૧ના માર્ચ એપ્રિલ અને મેં મહિના માં કોરોનાની બીજી લહેર ભારે ઘાતક અને જીવલેણ નીવડી હતી મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત લોકો અપૂરતી સારવારના અભાવે મોતના શરણે થયા હતા ૨૦૨૧ નો એ ત્રણ મહિનાઓ ગાળો આપણા સૌ માટે ખૂબ પીડાદાયક રહ્યો હતો
કારણ કે કોરોના સંક્રમિત દર્દીને સમય સર હોસ્પિટલમાં બેડ મળતો નોહતો તેમજ જરૂરું દવા અને ઇન્જેક્શન માટે દર્દીઓના સગા આમતેમ ભટકી રહ્યા હતા વળી ઓક્સિજનની ઉણપ વર્તાતા દર્દીઓ તેમજ સગા માટે આભ ફાટ્યું હોય તેવું લાગતું હતું કારણે જિલ્લા સહિત રાજ્યના કોઈ ખૂણે ઓક્સિજનની બોટલ મળતી નોહતી લોકોમાંથી મળતી માહિતી અનુસાર મોટાભાગના કોવિડ દર્દીઓ ઓક્સિજનના અભાવે મોત ને શરણે થયા છે ત્યારે અમરેલી જિલ્લાના દરેક તાલુકા તેમજ શહેરમાં કેટલા લોકો ઓક્સિજનના અભાવે મૃત્યુ પામ્યા છે તેની સાચી વિગત આપવા ધારાસભ્ય ઠુંમર દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી માંગણી કરેલ છે
Recent Comments