fbpx
અમરેલી

અમરેલી જિલ્લામા ઇનફાઈટમાં 2 સિંહના મોત સાવરકુંડલાના જુના સાવર ગામ નજીક નદી કાંઠે 3 સિંહો વચ્ચે ઇનફાઈટ થતા 1નું મોત

અમરેલી જિલ્લામા સિંહોમા ઇનફાઈટની ઘટનાઓ વધી રહી છે, ગીર અને રેવન્યુ વિસ્તારમા સિંહો વચ્ચે ઇનફાઈટની વાંરવાર ઘટના સામે આવતી હોય છે. આજે પહેલી ઘટના જાફરાબાદ ના અલ્ટ્રાટેક સીમેન્ટ માઇન્સ વિસ્તારમા 1 વર્ષના સિંહ નું ઇનફાઈટમાં મોત થયાનુ વનવિભાગ દ્વારા જાહેર કરાયુ છે.

આ પ્રકારની બીજી ઘટના સામે આવી છે સાવરકુંડલા તાલુકામાં આવેલ જુના સાવર ગામ નજીક આવેલ શેત્રુંજી નદી કાંઠે સિંહ ઘાયલ અવસ્થામા મળી આવ્યો જ્યારે આ ઘટનાની જાણ થતા વનવિભાગની ટીમ પણ દોડી ગઈ હતી જોકે અહીં તપાસ હાથ ધરી હતી અને સિંહને સારવાર મળી શકે તે માટે રેસ્ક્યુ કરી એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જાય તે પહેલા ગંભીર અવસ્થામા રહેલ સિંહનુ મોત થયુ હતું.

ત્યારબાદ સિંહના અવલોકન ઉપર વનવિભાગની તપાસમા બહાર આવ્યુ છે કે આ સિંહનું અન્ય સિંહો સાથે ઘર્ષણના કારણે મોત થયુ છે. આજના દિવસે 2 સિંહોના ઇનફાઈટના કારણે મોત થયાનુ વનવિભાગ દ્વારા સતાવાર રીતે જાહેર કરી દેવાયુ છે બીજી તરફ બંને સિંહના મોત અંગે જૂનાગઢ સીસીએફ દુષ્યંત વસાવડા દ્વારા પુષ્ટિ આપી છે.

ઇનફાઈટ કેમ વાંરવાર થાય છે?ઇનફાઈટ એટલે કે સિંહો વચ્ચે ઘર્ષણ માથાકૂટ થાય છે તેને વનવિભાગ ઇનફાઈટ કહે છે જ્યારે ઇનફાઈટની ઘટના ક્યારે બને છે સિંહના વિસ્તારમાં અન્ય રેંજનો સિંહ આવે ત્યારે બરાબર નો જંગ જામે છે. આ પ્રકારની ઘટના ખૂબ ઓછી બનતી હોય છે કેમ કે અન્ય વિસ્તાર છોડી બીજા સિંહના વિસ્તારમાં સિંહો ખૂબ ઓછા જતા હોય છે. પરંતુ કેટલાક સિંહો વધુ પડતા ફરતા હોવાના કારણે પછી ઘર્ષણના બનાવ વધી જાય છે અને છેલ્લે કોઈ પણ સિંહ ઘાયલ થાય છે તો કેટલીય વખત સિંહોનુ મોત થાય છે.

આ સિંહ સાથે 2 સિંહો દ્વારા ઘર્ષણ કર્યું તે ક્યાના છે?આજે જુના સાવર નજીક શેત્રુંજી નદી કાંઠે ઘાયલ સિંહ સાથે અન્ય 2 સિંહો દ્વારા ઇનફાઈટ કરી તેમા પ્રાથમિક દ્રષ્ટિ એ એવી શંકા વનવિભાગ ને સતત સતાવી રહી છે લીલીયા રેન્જના સિંહણ અને 1 સિંહ જોકે આ બને નામ થી ઓળખાય છે ટીપુ અને સુલતાન ત્યારે સાવરકુંડલા રેન્જ વનવિભાગ અને શંકા છે કે આ ટીપુ સુલતાન બંને આ વિસ્તારમા આવ્યા હતા એટલે બંને સાથે ઇનફાઈટ થઈ શકી હોય આ પ્રકારની એક આશંકા છે.

ટીપુ સુલતાન પર કેમ વનવિભાગ ને શંકા છે?લીલીયા રેન્જમા આવેલ ટીપુ અને સુલતાન નામના બંને સિંહણ સિંહ ઉપર વનવિભાગ કેમ શંકા કરી રહ્યું છે જ્યારે આ બંને દ્વારા અગાવ ચાંદગઢ ગામ નજીક 2 સિંહબાળ સાથે ઇનફાઈટ કરી મોતને ઘાટ ઉતાર્યા હતા. તેમા ટીપુ અને સુલતાન હોવાનુ જાણવા મળ્યુ હતુ. બીજી તરફ આ ટીપુ અને સુલતાન લીલીયા રેન્જ અને બોડર વિસ્તાર સહિત કેટલાક વિસ્તારમા વધુ પડતા હરતા ફરતા અને અન્ય વિસ્તારમા પણ જોવા મળે છે જેના કારણે ઇનફાઈટના બનાવ બને છે.

લીલીયા-સાવરકુંડલા રેન્જમા ઇનફાઈટ ને લઈ તપાસનો ધમધમાટ શરૂ થયો છેસૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ સાવરકુંડલા અને લીલીયા રેન્જ વનવિભાગ દ્વારા હાલમાં તપાસ શરૂ કરી છે ટીપુ સુલતાન બંને ક્યાં વિસ્તારમાં લોકેશન બતાવે છે અને બંનેના શરીરમાં કોઈ ઇજા કે નિશાન છે કે કેમ તેની પણ તપાસ કરવા માટે કવાયત શરૂ કરી છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/