fbpx
અમરેલી

રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ નિમિતે અમરેલી જિલ્લામાં આવતીકાલે ૫ ઓગસ્ટના કિસાન સન્માન દિવસની ઉજવણી કરાશે. કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ખાસ ઉપસ્થિત રહેશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળની વર્તમાન રાજ્ય સરકારના પાંચ વર્ષનો યશસ્વી કાર્યકાળ પૂર્ણ થતાં રાજ્યભરમાં ઉજવાઇ રહેલ ‘પાંચ વર્ષ આપણી સરકારના સૌનો સાથ સૌનો વિકાસના’ કાર્યક્રમના પાંચમા દિવસે એટલે કે આજે તા. ૫ ઓગસ્ટના કિસાન સન્માન દિવસની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે ઉર્જા વિભાગ અને કૃષિ વિભાગનો અમરેલીના સરંભડા ખાતે કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં સંયુક્ત કાર્યક્રમ યોજાનાર છે.

અમરેલીના સરંભડાની સાથે સાથે ધારી તાલુકા કક્ષાનો કાર્યક્રમ લાખાપાદર કાઠી સમાજની વાડી ખાતે ધારાસભ્ય જે. વી. કાકડીયાની ઉપસ્થિતિમાં, સાવરકુંડલા તાલુકા કક્ષાનો કાર્યક્રમ એ.પી.એમ.સી. ખાતે અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી રેખાબેન મોવલિયાની ઉપસ્થિતિમાં અને બાબરા તાલુકા કક્ષાનો કાર્યક્રમ જામબરવાળા પ્રાથમિક શાળા ખાતે બાબરા તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ બુટાણીની ઉપસ્થિતિમાં યોજાશે.

નોંધનીય છે કે આ કાર્યક્રમમાં ગાય નિભાવ સહાય, કાંટાળી તારની વાડ માટેની સહાયના લાભાર્થીઓ, વિનામૂલ્યે છત્રી/ શેડ કવર પુરા પાડવાની યોજનાના લાભાર્થીઓ, સ્માર્ટ હેન્ડ તુલ કીટ યોજનાના લાભાર્થીઓ અને કિસાન પરિવહન યોજનાના લાભાર્થીઓને મંજૂરી પાત્રો/ હુકમો/ કીટનું વિતરણ કરવામાં આવશે તેમજ કિસાન સૂર્યોદય યોજનાનું લોકાર્પણ કરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/