fbpx
અમરેલી

ભારતના અર્થતંત્રને મજબૂત કરવા ખેડૂતોને મજબૂત કરવા અત્યંત જરૂરી : કેબિનેટ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા અમરેલીના સરંભડા ખાતે પાંચ વર્ષના સુશાસનની ઉજવણી નિમિતે કિસાન સન્માન દિવસ ઉજવાયો

કેબિનેટ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા અને નાફસ્કોબના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીની પ્રેરક ઉપસ્થિતિ

મહાનુભાવોના હસ્તે કૃષિ અને વીજ વિભાગની યોજનાની સહાયનું વિતરણ કરાયુ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળની વર્તમાન રાજ્ય સરકારના પાંચ વર્ષનો યશસ્વી કાર્યકાળ પૂર્ણ થતાં રાજ્યભરમાં ઉજવાઇ રહેલ ‘પાંચ વર્ષ આપણી સરકારના સૌનો સાથ સૌનો વિકાસના’ કાર્યક્રમના પાંચમા દિવસે આજે કિસાન સન્માન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આજે અમરેલીના સરંભડા ગામની શાળા ખાતે શિક્ષણ, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ, કાયદો અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો, મીઠા ઉદ્યોગ, ગૌ સંવર્ધન, નાગરિક ઉડ્ડયન જેવા વિવિધ વિભાગોના કેબિનેટ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા અને નાફસ્કોબના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં ખાસ કાર્યક્રમ યોજાયો હતો.

કેબિનેટ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ પ્રાસંગિક ઉદ્દબોધન આપતા જણાવ્યું હતું કે ગુઅજરાતનું અને ભારત દેશનું સમગ્ર અર્થતંત્ર સંપૂર્ણપણે ખેતી આધારિત છે. જો રાજ્યના અને દેશના અર્થતંત્રને મજબૂત કરવું હશે તો નાનામાં નાના ખેડૂતોને મજબૂત કરવા અત્યંત જરૂરી છે. આધુનિક ખેતી વિષે વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય વર્ષોથી કેમિકલયુક્ત ખાતરના વધારે પડતા ઉપયોગથી ખેતીપાકોની ગુણવત્તા પહેલા જેવી રહી નથી. જો આજનો ખેડૂત ગાય આધારિત ખેતી કે આધુનિક પદ્ધતિની સજીવ ખેતી તરફ વળશે તો આવનારા દિવસોમાં દેશના નાગરિકોને પોષણયુક્ત આહાર મળી શકશે.

છેલ્લા વર્ષોમાં ગુજરાતમાં આવેલી અતિવૃષ્ટિ માટે મંજુર કરેલી સહાયની આંકડાકીય વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ૨૦૧૭માં પૂરની પરિસ્થિતિ વખતે ૧૭૦૦ કરોડની સહાય, ૨૦૧૮માં ૧૬૭૮ કરોડની સહાય, ૨૦૧૯માં ૨૪૭૮ કરોડની સહાય અને ૨૦૨૦માં ૩૭૦૦ કરોડની સહાય મંજુર કરવામાં આવી હતી. આમ કુલ મળી ખેડૂતમિત્રોને ૯૫૫૨ કરોડ રૂપિયાની સહાય મળી હતી.

નાફસ્કોબના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે આપણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યો તેમજ આગામી વિકાસકાર્યોનાં આયોજન અંગે સામાન્ય પ્રજા સુધી અવગત કરવા વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર રાજ્યમાં વિકાસને ઉત્સવ તરીકે ઉજવવાનો દ્રષ્ટિકોણ અપનાવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતલક્ષી સહાયની વાત કરતા ચેરમેનશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે રાજ્ય સરકારે ખેડૂતો માટે અનેકવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. પહેલાના સમયમાં ખેડૂતોને ૧૮ % વ્યાજના દરે ધિરાણ આપવામાં આવતું જ્યારે આજે ઝીરો ટકા વ્યાજના દરે ખેડૂતોને ૩ લાખ સુધીની લોન મળે છે.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયાએ કિસાન સૂર્યોદય યોજના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી કિસાન સૂર્યોદય યોજના હેઠળ ખેડૂતમિત્રોને દિવસે પણ વીજળી આપવાની શરૂઆત કરવામાં આવી છે. ભૂતકાળમાં આગેવાનો જ્યારે ગ્રામ્ય વિસ્તારોની મુલાકત લેતા ત્યારે ગ્રામજનોની માત્ર એક જ માંગ હતી કે માત્ર સાંજે વાળું ટાણે વીજળી આપો. કોઈએ પણ ૨૪ કલાક વીજળીની માંગ પણ કરી ન હતી તો પણ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૪ કલાક વીજળી આપી હતી. તાજેતરમાં તાઉતે વાવાઝોડાએ વર્ષોની મહેનત બાદ ઉભા કરવામાં આવેલા વીજળીના માળખાને માત્ર ૫જ મિનિટમાં નષ્ટ કરી નાખ્યું હતું ત્યારે માત્ર ગણતરીના દિવસોમાં જ ફરી ઉભું કરી લોકોને વીજળી પુરી પાડી હતી.

આ પ્રસંગે મંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે સાત પગલાં ખેડૂત કલ્યાણના હેઠળ સમાવિષ્ટ યોજનાના લાભાર્થીઓને સહાય અને સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉર્જા વિભાગ હેઠળની કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત સરંભડા સબસ્ટેશનના કુલ ૪ ફીડરમાં સમાવિષ્ટ ૭ ગામોના ૧૨૬૩ ખેડૂતોને દિવસે ખેતી માટે વીજપુરવઠો આપવાની યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત સૌએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો કચ્છ ખાતેનો કાર્યક્રમ નિહાળ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગૂરવ, પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ સુશ્રી ભાવનાબેન ગોંડલીયા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ સુશ્રી અલ્કાબેન ગોંડલીયા, પ્રાંત અધિકારી શ્રી સી. કે. ઉંધાડ, મહામંત્રીશ્રી રાજેશભાઈ, અગ્રણી સર્વ શ્રી રામભાઈ, રેખાબેન, આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી સહિતના પદાધિકારીઓ તેમજ ખેતીવાડી, બાગાયત, વીજ વિભાગ અને શિક્ષણ વિભાગ સહિતના વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/