fbpx
અમરેલી

સમગ્ર દેશમાં યુવાનોને રોજગારી આપવામાં ગુજરાત સૌથી મોખરે : ચેરમેન ડૉ. ધનસુખભાઈ ભંડેરી

અમરેલી ખાતે પાંચ વર્ષના સુશાસનની ઉજવણી નિમિતે રોજગાર દિવસ ઉજવાયો, મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ડૉ. ધનસુખભાઈ ભંડેરી અને નાફસ્કોબના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીની પ્રેરક ઉપસ્થિતિ, મહાનુભાવોના હસ્તે યુવાનોને નોકરીના નિમણુંકપત્રોનું વિતરણ કરાયુ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળની વર્તમાન રાજ્ય સરકારના પાંચ વર્ષનો યશસ્વી કાર્યકાળ પૂર્ણ થતાં રાજ્યભરમાં ઉજવાઇ રહેલ ‘પાંચ વર્ષ આપણી સરકારના સૌનો સાથ સૌનો વિકાસના’ કાર્યક્રમના છઠ્ઠા દિવસે આજે રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે અમરેલીના દિલીપભાઈ સંઘાણી સાંસ્કૃતિક હોલ ખાતે મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ડૉ. ધનસુખભાઈ ભંડેરી અને નાફસ્કોબના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં ખાસ કાર્યક્રમ યોજાયો હતો.

ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ પ્રાસંગિક ઉદ્દબોધન આપતા જણાવ્યું હતું કે શ્રમ અને રોજગાર વિભાગએ પ્રજા માટે અત્યંત મહત્વનો વિભાગ છે. શિક્ષિત યુવાનને રોજગારી આપી યુવાનની સાથે સાથે આખા પરિવારને પગભર કરી માન, સન્માન અને ગૌરવ આપે છે. ઉદ્યોગોની જરૂરિયાત મુજબ કૌશલ્યોએ માનવબળની મોટી ઉપલબ્ધી છે. મોટા મોટા ઉદ્યોગોને આજે કૌશલ્યવર્ધક યુવાનોની અત્યંત આવશ્યકતા હોય છે.

ચેરમેન એ ઉમેર્યું હતું કે એક મંચ ઉપર એકત્રિત થઈને ૫૦ હજારથી વધુ રાજ્ય સરકારના શિક્ષણ, આરોગ્ય, વાહનવ્યવહાર જેવા વિભાગો તેમજ બોર્ડ અને કોર્પોરેશનની વિવિધ જગ્યાઓ ઉપર નિમણુંક આપવાનો આજે રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. સમગ્ર ભારતમાં બેરોજગારીનો દર દર હજારે ૫૦ છે જયારે આપણા ગુજરાતમાં બેરોજગારીનો દર દર હજારે માત્ર ૯ છે જે સમગ્ર દેશમાં અન્ય રાજ્યો કરતા સૌથી નીચો છે. રોજગાર કચેરીઓએ ગત વર્ષે ૪૮ હજારથી વધુ નોકરીઓ આપવામાં યુવાનોને મદદ કરી છે. આ વર્ષે નાના-મોટા ૧૬૦૦ જેટલા રોજગાર મેળાઓ કરીને ૯૦ હજારથી વધુ યુવાનોને રોજગારી આપવાનું કાર્ય રોજગાર વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. રોજગાર વિભાગ દ્વારા લશ્કરી ભરતી માટે નિવાસી તાલિમનું પણ સમયાંતરે આયોજન પણ કરવામાં આવે છે.

નાફસ્કોબના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ પ્રેરક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે રાજ્યની સરકારે પાંચ વર્ષમાં કરેલા કામની લોકો સમીક્ષા કરી શકે એવા શુભ હેતુથી લોકો સમક્ષ મુકવાના સરકારના નમ્ર પ્રયાસના ભાગરૂપે આજે આપણે રોજગાર દિવસ ઉજવી રહ્યા છીએ. રાજ્યની સરકારે આજના નવયુવાનને વિવિધ યોજનાઓ, સબસીડી, વેપાર ધંધામાં સહાય જેવી સવલતો ઉભી કરીને વ્યવસાયિક પગભર બનાવવાનો સંનિષ્ટ પ્રયાસ કર્યો છે. જો નવયુવાનમાં કામ કરવાની ધગશ અને મહેનત કરવાની લગન હશે તો પોતાની આવડત, કુનેહ અને કુશળતા થકી સફળતાનાં શિખરો સર કરી શકે છે. આજનો યુવાન સરકારી નોકરી કે માત્ર નોકરી પૂરતો મર્યાદિત ન રહે અને અન્ય વ્યવસાયમાં આગળ વધે એવી નેમ વ્યક્ત કરી હતી.

અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની આ રાજ્ય સરકારને પાંચ વર્ષ પુરા થાય છે ત્યારે આપણા રાજ્યનો શિક્ષિત યુવાન બેરોજગાર ન રહે તે માટે પૂરતા પ્રયત્નો કરે છે. રાજ્યની સરકારને અભિનંદન આપતા વેકરીયાએ ઉમેર્યું હતું કે આજે એક જ દિવસમાં એક સાથે ૫૦ હજારથી વધુ યુવાનોને રોજગારી આપવાનું અભૂતપૂર્વ કાર્ય આ સરકાર દ્વારા કરવામાં આવનાર છે તે ખરેખર પ્રશંસનીય છે.

આ પ્રસંગે ચેરમેન સહિત મહાનુભાવોના હસ્તે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં સીધી ભરતીથી અમરેલી જિલ્લાના નિમણુક પામેલા આશરે ૧૭૦ યુવાનો પૈકી અલગ અલગ વિભાગના નવનિયુક્ત ઉમેદવારોને પ્રતિકાત્મક નિમણુંક પત્રો પણ આપવામાં આવ્યા હતા. નોંધનીય છે કે અમરેલી રોજગાર વિભાગ દ્વારા જિલ્લામાં ૦૧/૦૪/૨૦૨૧ થી અત્યાર સુધી ૧૯ જેટલા ઔદ્યોગિક ભરતીમેળા યોજવામાં આવેલા છે. જેમાં ખાનગી ઉદ્યોગો દ્વારા નોંધાયેલી કુલ ૧૭૯૨ ખાલી જગ્યાઓ ઉપર ૮૭૪ જેટલા યુવાનોને ખાનગી ક્ષેત્રે રોજગારી પૂરી પાડવામાં આવી છે. જે પૈકીના ૪૦૦ જેટલા યુવાનોને પ્રતિકાત્મક એનાયત પત્રો વિતરણ કરવામા આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત સૌએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો સુરત ખાતેનો કાર્યક્રમ નિહાળ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી રેખાબેન મોવલીયા, અમરેલી નગરપાલિકા પ્રમુખ સુશ્રી મનીષાબેન રામાણી, જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગૂરવ, પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ મનીષભાઈ સંઘાણી, પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ સુશ્રી ભાવનાબેન ગોંડલીયા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મુકેશભાઈ, પ્રાંત અધિકારી શ્રી સી. કે. ઉંધાડ, રોજગાર અધિકારી શ્રી ધોળકીયા, મહામંત્રીશ્રી રાજેશભાઈ, કારોબારી સમિતિના ચેરમેનશ્રી, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી સહિતના પદાધિકારીઓ તેમજ આરોગ્ય, શિક્ષણ, શ્રમ અને રોજગાર વિભાગ સહિતના વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/