fbpx
અમરેલી

અમરેલીનાં સાંસદનાં પીએ તરીકે ખોટી ઓળખ આપી રૂપિયા ર.પ0 લાખ પડાવવાનો પ્રયાસ થયો

અમરેલીના સાંસદના નામનો દૂર ઉપયોગ કરી, તેમના પી.એ. તરીકેની ખોટી ઓળખ ઉભી કરી, મુકેશભાઈ ચોલેરાનેરૂા. ર,પ0,000 પોતાના એસબીઆઈ બેંક એકાઉન્‍ટ નં. 3771પ90ર4686માં જમા કરાવવાનું કહી, ખોટા નામે ઠગાઈ કરેલ હોવાનું જણાતા, સાંસદ નારણભાઈ કાછડીયાના પી.એ. વિશાલભાઈ રસીકભાઈ સરધારાએ આ અંગે ધોરણસર કાર્યવાહી થવા ફરિયાદ આપતાં, ગત તા.પ/8ના રોજ અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હો રજિ. થયેલ હતો.

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે આ ગુન્‍હાની ગંભીરતાને ઘ્‍યાને લઈ, અમરેલીના સાંસદના પી.એ. તરીકેની ખોટી ઓળખ ઉભી કરી, ઠગાઈ અને છેતરપીંડી કરનાર આરોપીઓને પકડી પાડી, તેમની સામે ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી. ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ. આર.કે. કરમટા, પો.સ.ઈ. પી.એન. મોરી તથા એલ.સી.બી. ટીમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું. જે અનુસંધાને એલ.સી.બી. ટીમ દ્વારા ટેકનીકલ સર્વેલન્‍સનો ઉપયોગ કરી સાજીદ કડુભાઈ કાકર રહે. સોનગઢ,  (જિ. તાપી.) તથા ફહીમ ફીરોઝભાઈ પઠાણ રહે. સોનગઢ, (જિ. તાપી.) નામના બંને આરોપીઓને  તાપી જિલ્‍લાના સોનગઢ મુકામેથી ઝડપી લેવામાં આવ્‍યા હતા અને આ ગુન્‍હો કરવા માટે ઉપયોગમાં લીધેલ મોબાઈલ ફોન સહીત કુલ કિંમત રૂા. 4પ,000નો મુદામાલ કબ્‍જે લેવામાં આવેલ છે. સાથે ઝડપી લેવામાં આવેલ છે.

આ ગુન્‍હો કરવા પાછળનો ખરેખર ઈરાદો શું હતો. આ ગુન્‍હામાંઅન્‍ય કેટલા આરોપીઓ સંડોવાયેલ છે, પકડાયેલ આરોપીઓએ આ પ્રકારની એમ.ઓ.થી અન્‍ય કેટલા ગુન્‍હાઓને અંજામ આપેલ છે આ પ્રકારના ગુન્‍હાઓ આચરવાના ષડયંત્રનો મુખ્‍ય સૂત્રધાર કોણ છે ? વિગેરે મુદાઓ અંગે આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/