fbpx
અમરેલી

અમરેલી ખાતે પાંચ વર્ષના સુશાસનની ઉજવણી નિમિતે વિકાસ દિવસ ઉજવાયો,પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી તેમજ ચેકનું વિતરણ કરાયુ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળની વર્તમાન રાજ્ય સરકારના પાંચ વર્ષનો યશસ્વી કાર્યકાળ પૂર્ણ થતાં રાજ્યભરમાં ઉજવાઇ રહેલ ‘પાંચ વર્ષ આપણી સરકારના સૌનો સાથ સૌનો વિકાસના’ કાર્યક્રમના સાતમા દિવસે એટલે કે આજે વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે અમરેલીના દિલીપભાઈ સંઘાણી હોલ ખાતે ઠક્કરબાપાનગર વિસ્તારના ધારસભ્યશ્રી અને પુર્વમંત્રીશ્રી વલ્લભભાઈ કાકડીયા અને સંગઠનના પ્રદેશ પ્રવક્તા શ્રી મહેશભાઈ કસવાલાની પ્રેરક ઉપસ્થિતિ કાર્યક્રમ યોજાયો હતો.

પૂર્વમંત્રી શ્રી વલ્લભભાઈ કાકડીયાએ પ્રાસંગિક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૨૪ સુધીમાં દેશનો કોઈપણ ગરીબ ઘરવિહોણો ન રહે એ માટે ખાસ દરકાર કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટને એઈમ્સ હોસ્પિટલ આપીને આપણા સૌરાષ્ટ્રવાસીઓને આરોગ્ય ક્ષેત્રે ખૂબ મોટી ભેટ આપી છે.

સંગઠનના પ્રદેશ પ્રવક્તા શ્રી મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના હજારો મકાનોના લોકાર્પણ અને ખતમુહૂર્ત કરવાનો આજે સુવર્ણ અવસર છે. આવાસોના બાંધકામ અંગે વાત કરતા જણાવ્યું હતું કે આવાસો અત્યંત આધુનિક ટેકનોલોજીથી બનેલા છે અને રાજ્યનો ગરીબ વાવાઝોડા કે અન્ય આપત્તિઓ વખતે સંપૂર્ણ સુરક્ષિત રહી શકે તેવા આવાસો બનાવવામાં આવ્યા છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે રાજ્યની સરકારે ભ્રષ્ટાચારમુક્ત શાસન કર્યું છે. રાજ્યની સરકારે ખરા અર્થમાં ગરીબોના આંસુ લૂંછવાનું કામ કર્યું છે.

અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલની આ રાજ્ય સરકારને પાંચ વર્ષ પુરા થાય છે ત્યારે આજે વિકાસ દિવસ નિમિત્તે રાજ્યની સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આપણા રાજ્યનો એકપણ ગરીબ ઘરના ઘર વગરનો ન રહે તે માટે પાકા મકાનો આપ્યા છે. આજથી શરૂ કરવામાં આવેલી વતનપ્રેમ યોજના અંગે વાત કરતા અને સરકારને અભિનંદન આપતા શ્રી વેકરીયાએ ઉમેર્યું હતું કે પોતાના વતન માટે કંઈક કરવા માંગતા વતનપ્રેમીઓ માટે શરૂ કરવામાં આવેલી યોજના થકી અનેકવિધ યોજનાઓ સાથે જોડી ગામડાઓનો સર્વાંગી વિકાસ થશે એવી આશા વ્યક્ત કરી હતી.

આ તકે મહાનુભાવોના વરદ હસ્તે ગ્રામ્ય વિસ્તારની પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસ લોકાર્પણ લાભાર્થીઓને ચાવીની પ્રતિકૃતિ અને અને ખાતમુહૂર્તનાં લાભાર્થીઓને સેક્શન ઓર્ડર, ટાઈપ ડિઝાઇન અને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે સમગ્ર અમરેલી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં કુલ ૫૦ આવાસોનું લોકાર્પણ અને ૨૫૦ આવાસોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી રેખાબેન મોવલીયા, અમરેલી નગરપાલિકા પ્રમુખ સુશ્રી મનીષાબેન રામાણી, જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગૂરવ, પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ શ્રી મનીષભાઈ સંઘાણી, પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ સુશ્રી ભાવનાબેન ગોંડલીયા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી મુકેશભાઈ, પ્રાંત અધિકારી શ્રી સી. કે. ઉંધાડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી સક્સેના, કારોબારી સમિતિના ચેરમેનશ્રી, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી સહિતના પદાધિકારીઓ તેમજ આરોગ્ય, શિક્ષણ, નગરપાલિકા સહિતના વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારી કર્મચારીઓ તેમજ લાભાર્થી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યાં હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/