fbpx
અમરેલી

PGVCL સાવરકુંડલા, વીજપડી, લીલીયા PGVCL કચેરી ખાતે ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા લોકદરબારમાં અધિકારીઓની હાજરી ખેડૂતોના પ્રશ્નોનો નિકાલ લાવવામાં આવશે

PGVCL ડીવીઝન કચેરી જેસર રોડ સાવરકુંડલા તથા PGVCL વીજપડી પેટા વિભાગીય કચેરી, તથા લીલીયા PGVCL કચેરી ખાતે ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા લોકદરબારમાં અધિકારીશ્રીઓની હાજરી ખેડૂતોના પ્રશ્નો નો નિકાલ લાવવામાં આવશે. 
 “તૌક્તે” વાવાઝોડા ના કારણે ખેતીવાડી વીજ પુરવઠો  સાવરકુંડલા PGVCL કચેરી જેસર રોડ તથા વીજપડી PGVCL પેટા વિભાગીય કચેરી તેમજ લીલીયા PGVCL કચેરી હેઠળના ગામોને ખેતીવાડી પુનઃ સ્થાપન વીજળી કરવા માટે PGVCL તંત્ર દ્વારા ૩૧/૦૭/૨૦૨૧ સુધીમાં કાર્યરત કરવા ધારાસભ્ય શ્રીને વચન આપેલ હતું તેમ છતાં હજુ પણ સાવરકુંડલા અને લીલીયા તાલુકા ના ગામડાઓમાંથી ફરિયાદો મળી રહી છે કે અમુક ગામોમાં ખેતીવાડી વીજળી મળેલ નથી જેથી ધારાસભ્ય શ્રી દ્વારા તા ૦૯/૦૮/૨૦૨૧ ને સોમવાર નાં રોજ સમય સવારના ૧૦-૩૦ થી ૨-૦૦ કલાક સુધી  PGVCL જેટકો ઓફીસ પર તથા લીલીયા PGVCL કચેરી ખાતે તા ૦૯/૦૮/૨૦૨૧ સમય ૩-૩૦ થી ૫-૦૦ કલાક સુધી તેમજ વીજપડી PGVCL કચેરી ખાતે તા ૧૦/૦૮/૨૦૨૧ ને મંગળવાર સમય સવારના ૧૦-૩૦ કલાક થી ૧-૩૦ કલાક સુધી   તંત્ર નાં અધિકારી સાથે રહીને સાવરકુંડલા PGVCL કચેરી જેસર રોડ  પરના ૪૩ ગામોનાં ખેડૂતો ના પ્રશ્નો તથા લીલિયા  PGVCL કચેરી હેઠળના ૩૭ ગામોના ખેડૂતોના પ્રશ્નો તથા વીજપડી PGVCL કચેરી હેઠળના ૩૧ ગામો ના ખેડૂતો ને વીજળી લગત ના પ્રશ્નનું સ્થળપર નિરાકરણ લાવામાં આવશે તો લાગુ પડતા ગામના ખેડૂતોએ તારીખ અને વાર અને સમયે હાજર રહેવા જણાવવામાં આવેછે. તેવું ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત ની અખબારી યાદીમાં જણાવેલ છે, વધુ માહિતી માટે કાર્યાલય નો સંપર્ક નબર ૯૭૨૫૯૨૧૧૨૭ પર કોન્ટેક કરવો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/