fbpx
અમરેલી

ગામડાઓની કાયાપલટ કરનાર ‘માદરેવતન’ યોજનાનો લાભ વતનપ્રેમી ભામાશાઓને લેવા અનુરોધ

હિન્‍દુસ્‍તાન એ ગામડાઓનો બનેલો દેશ છે અને ગામડું એ આ દેશનો આત્‍મા છે. ગામડાઓનો સર્વાંગી વિકાસ નહીં થાય અને ગામડાઓમાંથી સતત સ્‍થળાંતર થતું રહેશે તો ગામડાઓ ભાંગી જશે. ત્‍યારે દેશના હૃદયસમા ગામડાઓની વિકાસની યોજનાઓ ભારત સરકાર અને ગુજરાત સરકાર અમલી બનાવી રહી છે. તેનો લાભ ગામડાઓના વતન પ્રેમી દાતાઓ ભામાશાઓ દ્વારા લેવા ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેન હિરપરાએ અપીલ કરી છે.

જયારે જયારે શહેરો, મહાનગરો ઉપર આપતિ, વિપતિ આવી છે ત્‍યારે શહેરો, મહાનગરો છોડીને પોતાના વતનના ગામડાઓ તરફ સ્‍થળાંતર કરે છે. સંસ્‍કાર, સંસ્‍કૃતિ અને ગ્રામીણજીવનને ધમધમતું રાખતા ગામડાઓ પશુપાલન અને ખેતી આધારિત છે. દુનિયા ગમે તેટલી ઔદ્યોગિક ક્રાંતિ તરફ વધે પરંતુ જનસંખ્‍યાનું પેટ ભરવા અનાજની જરૂર પડશે. જે ગામડાઓમાં રહેના ખેડૂતો ખેતી કરીને ઉત્‍પન્‍ન કરી રહયા છે. દેશમાં દૂધની જરૂર પડશે જે ગામડાઓમાં રહેનાર પશુપાલકો પશુપાલન કરીને જનતાને પુરૂ પાડી      રહયા છે.

અમરેલી જિલ્‍લા ભાજપના પૂર્વ પ્રમુખ અને ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના પ્રદેશ મહામંત્રી હિરેન હિરપરાએ ઉદ્યોગપતિઓ, દાતાઓ, ભામાશાઓને વિનંતી કરતા જણાવ્‍યું છે કે જે ગામ સાથે નાતો છે. દાદા, પરદાદા જે ગામમાં રહયા છે બાળપણ જે ગામના ગોંદરે વિત્‍યું છે, વતનની ધૂળમાં રમીને મોટા થયા છીએ એ ગામોને ફરી યાદ કરવાનો અવસર એટલે ગુજરાતના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શરૂ કરેલ ભભમાદરેવતનભભ યોજનામાં સામેલ થવાની ઉતમ તક, જીવ, જીવન અને જિંદગીના અનેક ચડાવ-ઉતાર વચ્‍ચે માનવી હંમેશા વતનને યાદ કરતો હોય છે. ત્‍યારે ફરી પોતાની જન્‍મભૂમિને યાદ કરીને વતનના ગામડાઓમાં વિકાસની એક તકતીમાં પોતાનું પણ નામ લખાવું જોઈએ. ગામડાઓ ભાંગતા બચાવવા વતન પ્રેમીઓએ ઘણું કામ કર્યું છે. જે અભિનંદન અને વંદનને પાત્ર છે. પરંતુ વિકાસમાં પોતાનું ગામ શ્રેષ્ઠગામ બને તે માટે 60% દાતાઓનું દાન અને40% રાજય સરકારની ગ્રાન્‍ટના સમન્‍વય સાથે ભભમાદરેવતનભભ યોજનાનો લાભ લઈ શાળાના ઓરડાઓ, સ્‍માર્ટકલાસ, કોમ્‍યુનિટી હોલ, દવાખાના, આંગણવાડી, પુસ્‍તકાલય, સી.સી.ટી.વી. કેમેરા, સ્‍મશાનગૃહ, તળાવ, બ્‍યુટીફિકેશન, બસ સ્‍ટેશન જેવા કામમાં દાતાનું દાન અને રાજય સરકારની મદદથી કામો થઈ શકશે. વતનપ્રેમી દાતાઓને જન્‍મભૂમિમાં પોતાની કાયમી યાદ રૂપે વિકાસમાં મદદરૂપ થવા પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી હિરેન હિરપરાએ અપીલ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/