fbpx
અમરેલી

કલેક્ટરની અધ્યક્ષતામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના સુચારુ આયોજન માટે બેઠક મળી

આગામી ૧૫ મી ઓગસ્ટના અમરેલી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણીના સુચારુ આયોજન માટે અમરેલી જિલ્લા સેવા સદન ખાતે આજે જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી. ૧૫ મી ઓગસ્ટના સહકાર, રમત ગમત યુવા – સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને વાહન વ્યવહાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ ત્રિરંગાને સલામી આપશે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે મંત્રીશ્રી રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજને સલામી આપી પરેડનું નિરિક્ષણ કરશે.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ ગ્રાઉન્ડની સફાઇ, મંડપ, સ્ટેજ, ડેકોરેશન, રોશની, સાઉન્ડ સિસ્ટમ વગેરે બાબતો અંગે જરૂરી કામગીરી કરવા માર્ગ અને મકાન વિભાગને સૂચના આપી હતી. તો પોલીસ સબંધિત કામગીરી તેમજ પરેડ નિરીક્ષણ વગેરે અંગે તૈયારીઓ માટે પોલીસ અધિકારીશ્રીને જણાવ્યું હતું. દરેક વિભાગ પાસેથી સન્માન માટે વિશેષ પ્રદર્શન કરેલું હોય એવા નામ આપવા માટે જણાવ્યું હતું. આ ઉપરાંત કાર્યક્રમના સ્થળે વીજપુરવઠો ન ખોરવાય તે માટે સબંધિત વિભાગને ખાસ સૂચનાઓ આપી હતી.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી સક્સેના, પ્રાંત અધિકારી શ્રી સી. કે. ઉંધાડ, માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી પ્રજાપતિ તથા અમરેલ નગરપાલિકાના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/