fbpx
અમરેલી

મહુવા-સાવરકુંડલા-સુરત પાંચ દિવસ અને મહુવા-મુંબઈ ટ્રેન અઠવાડીયામાં બે દિવસ દોડશે

અમરેલી સંસદીય વિસ્‍તારમાં બ્રોડગેજ સેવા મહુવા-બાંદ્રા ટ્રેન, રેલ્‍વે ફાટકોની પહોળાઈ વધારવાથી લઈ આરયુબીનાં કામો મંજૂર કરાવ્‍યા બાદ સાંસદનાં પ્રયત્‍નોથી હવેથી મહુવા- સુરત ટ્રેન અઠવાડીયામાં પાંચ દિવસ અને મહુવા-બાંદ્રા ટ્રેન અઠવાડીયામાં બે દિવસ દોડશે. એટલે કે સૌરાષ્‍ટ્રનાં સુરતમાં વસવાટ કરતા અથવા તો વ્‍યવસાય કરતા લોકોને સુરત સુરત સુધી ટ્રેનનો દૈનિક લાભ મળશે.

મહુવાથી સુરત ટ્રેનને દૈનિક ચલાવવા અમરેલી સંસદીય વિસ્‍તાર અને સૌરાષ્‍ટ્રનાં લોકોની વર્ષો જુની માંગણી હતી. જે અન્‍વયે અમરેલીનાં સાંસદ નારણભાઈ કાછડીયા ઘ્‍વારા સતત પ્રયત્‍નો કરવામાં આવી રહૃાા હતા. સાંસદનાં પ્રયત્‍નો થકી આવતીકાલે     તા. 19/8/ર1નાં રોજ બપોરે 3:30 કલાકે રેલ્‍વે રાજયમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ સુરત રેલ્‍વે સ્‍ટેશન ખાતેથી સુરત-મહુવા ટ્રેનને વર્ચ્‍યુલ બેઠક માઘ્‍યમથી લીલી ઝંડી આપશે અને ર0 તારીખથી આ ટ્રેન પોતાના નિયત સમય મુજબ દોડશે. વધુમાં તા. 19નાં રોજ મુસાફરોઆ ટ્રેનનો વિનામૂલ્‍યે લાભ લઈ શકશે અને મુસાફરી કરી શકશે.

પ્રાપ્‍ત વિગતોનુસાર આ ટ્રેન મહુવાથી સાંજે 7:3પ કલાકે ઉપડશે અને સુરત સવારે 6:3પ કલાકે પહોંચશે અને સુરતથી રાત્રે 10 કલાકે ઉપડશે અને મહુવા સવારે 9:0પ કલાકે પહોંચશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/