fbpx
અમરેલી

પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણીનાં વરદ્‌હસ્‍તે આજે સાંજે બાગનાં નવિનીકરણનો થશે પ્રારંભ

અમરેલી નગરપાલિકામાં ભાજપે સત્તાનાં સુત્રો સંભાળતાની સાથે જ શહેરમાં પ000 વૃક્ષો વાવી હરિયાળું બનાવવાનાં નિર્ણય બાદ શહેરની દોઢ લાખની જનતા તેમજ બાળકોની સુખાકારી અર્થે વિરાન બનેલા ગાંધીબાગમાં સુવિધાસભર માળખાકીય સુવિધા ઉભી કરવા સ્‍વામિનારાયણ સંસ્‍થાને આહવાન કરવામાં આવેલ હતું. જે અંતર્ગત આવતીકાલે સાંજે પૂર્વ કૃષિમંત્રી દિલીપભાઈ સંઘાણીનાં વરદ હસ્‍તે સ્‍વામિનારાયણ સંસ્‍થા ઘ્‍વારા ગાંધીબાગનાં નવનિર્માણનું ખાતમુર્હુત કરવામાં આવશે.

અમરેલી શહેરનો એકમાત્ર ગાંધીબાગ આજે વિરાન ભાસી રહેલ છે. શહેરનાં બાળકો, વાલીઓ, વડીલોને હવરા-ફરવાની સુવિધા ઉપલબ્‍ધ કરાવવા નગરપાલિકાનાં શાસકોએ ગાંધીબાગ કાર્યરત કરવા કાર્યવાહી હાથ ધરેલ હતી. દુરંદેશી મુકેશભાઈ સંઘાણી તેમજ જીલ્‍લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા ઘ્‍વારાશહેરને ફરીવાર હરિયાળુ બનાવવા પાંચ હજાર વૃક્ષો વાવવાનો સંકલ્‍પ સિઘ્‍ધ કરવાનું કદમ આગળ ધપાવેલ હતું. તેવી જ રીતે શહેરમાં વધુ એક સુવિધા ઉભી કરવામાં સ્‍વામિનારાયણ સંસ્‍થા બી.એ.પી.એસ. સાથે કરાર કરવામાં આવેલ હતા. ગાંધીબાગમાં તમામ જરૂરી સુવિધા આગામી દોઢ વર્ષમાં ઉભી કરવા અને તેની રખ-રખાવટ માટે પંદર વર્ષના એમ.ઓ.યુ. કરવામાં આવેલ હતા. એક સમયે ગાંધીબાગ આવારા તત્‍વોનો અડ્ડો બની ગયેલ હતો જે હવે સ્‍વામિનારાયણ સંસ્‍થાને હવાલે થતાં ભૂતકાળ બની જશે.

વિરાન બનેલા ગાંધીબાગમાં ઝડપથી અને વહેલતકે જાહેરજનતા માટે સુવિધા ઉપલબ્‍ધ કરાવવા આવતીકાલે તા. 19/8/ર1નાં સાંજના પ કલાકે દિલીપભાઈ સંઘાણીનાં વરદ હસ્‍તે પૂજય સંતોના આશિર્વાદથી અતિથિ વિશેષ જીલ્‍લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, શહેર ભાજપ પ્રમુખ તુષારભાઈ જોષી, નગરપાલિકા પ્રમુખ મનિષાબેન ચંદુભાઈ રામાણી, ઉપપ્રમુખ રેખાબેન નરેશભાઈ મહેતા, કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા, ટીપી ચેરમેન બ્રિજેશભાઈ (પીન્‍ટુભાઈ) કુરૂન્‍દલે, સદસ્‍યો, પદાધિકારીઓ તેમજ કર્મચારીઓની ઉપસ્‍થિતમાં નવનિર્માણનું ખાતમુર્હુત કરવામાં આવશે. જેમાં શહેરના નાગરિકો તેમજ ધર્મપ્રિય જનતા, કાર્યકરોએ ખાસ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવેછે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/