fbpx
અમરેલી

રક્ષાબંધન ના પવિત્ર તહેવાર માં અમરેલી 108 ની ટિમ ની પ્રશ્સનીય કામગીરી


તહેવારો ના સમય માં બધા લોકો તહેવાર ઉજવામાં પડ્યા હોય એવા સમય માં 108 ની ટિમ ફરજ પર હાજર રહી ને પોતાની ફરજ બજાવે છે.આજ રોજ તારીખ 22.8.21 ના રોજ બગસરા થી કામ અર્થે અમરેલી આવતા કોમલબેન લક્ષ્મણભાઇ ચૌહાણ ને જેસિંગપરા વિસ્તાર માં અસહ્ય પ્રસૃતી ની પીડા ઉપડતા જેસિંગપરા વિસ્તાર ના લોકો દ્વારા 108 એમ્બ્યુલન્સ ને કૉલ કરેલ જે કૉલ અમરેલી ની બાલભવન એમ્બ્યુલન્સ ને સવાર ના 10:33  કેસ મળેલ ત્યાર બાદ બાલભવન 108 એમ્બ્યુલન્સ ના કર્મચારી ઈ. એમ.ટી નીતિન ચૌહાણ અને પાયલટ દિનેશ ચૌહાણ ઘટના સ્થળે પોહચવા રવાના થઈ ગયા હતા ઘટના સ્થળે પહોંચી ઇ.એમ.ટી નીતિન ચૌહાણ કોમલબેન ની તપાસ કરતા ઘટના સ્થળ પર જ પ્રસૃતી કરવાની ફરજ પડેલી હતી જે જેસિંગપરા વિસ્તાર ના સેવાભાવિ બહેનો ની મદદ થી બધી બાજુ થી પ્રસૂતા ને કવર કરેલ ત્યાર બાદ ઇ.એમ.ટી નીતિન ચૌહાણ દ્વારા સ્થળ પર જ સમય સુચકતા ધ્યાન માં રાખી ફિઝીશયન ડૉક્ટર સાથે વાત કરી સ્થળ પર જ પ્રસુતિ કરાવી હતી.પ્રસૃતી સમયે તપાસ કરતા બાળકના ગળા માં નાળ ફસાયેલ હતી અને બાળક રડતું ન હતું. જે ઈ એમ ટી દ્વારા ગળા માં ફસાયેલ નાળ સફળતા પૂર્વક કાઢી હતી. તથા બાળકની તપાસ કરતા રડયું ના હોવાથી ઈ એમ ટી નીતિન દ્વારા ઉપરી ફિઝિશિયન ડોક્ટરે સાથે વાત કરી જરૂરી ઇન્જેકશન આપી ત્યારબાદ માતા અને બાળક ને તરતજ સ્ટ્રેચર ઉપર લઈ 108  એમ્બ્યુલન્સ માં લઇ ઓક્સીજન આપવામાં આવેલ. ત્યારબાદ બાળક રડવા લાગેલ હતું. ત્યારબાદ પાયલોટ દિનેશભાઇ ચૌહાણ ની સતર્કતા થી તાત્કાલિક માતા અને બાળક ને નજીકની અમરેલી સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવેલ.આમ એક માતા અને બાળક એમ બે જીવ બચાવી 108 ના કર્મીઓ એ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે.અને દર્દી ના પરીવાર દ્વારા 108 તથા 108 ના કર્મચારીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/