fbpx
અમરેલી

સિંહ બાળનું માલગાડીની અડફેટે આવતા મોત

આ રેલ ટ્રેક પર અત્યાર સુધીમા ૧૦થી વધુ સાવજાે કચડાઇ ચુકયા છે. ભુતકાળમા ભેરાઇ નજીક ત્રણ સાવજાે અને રામપરા નજીક બે સાવજાે કચડાયા હતા. આ ઉપરાંત રાજુલા પંથકમા અને સાવરકુંડલા પંથકમા પણ માલગાડી હેઠળ સાવજાે કચડાયાની ઘટના બની ચુકી છે. ગઇરાત્રે જે વિસ્તારમા ઘટના બની તે વિસ્તાર સાવજાેનું ઘર છે. અહીથી પીપાવાવની માલગાડીઓ ઉપરાંત મહુવાથી આવતી પેસેન્જર ટ્રેન પણ પસાર થાય છે. બે વર્ષ અગાઉ પેસેન્જર ટ્રેન હેઠળ અહી બે સિંહબાળ કચડાઇ ગયા હતા. પીપાવાવ પોર્ટમાં દોડતી માલગાડીઓ અહીના સાવજાે માટે સતત જીવલેણ સાબિત થઇ રહી છે. ગઇરાત્રે પણ પીપાવાવથી સુરેન્દ્રનગર જતી એક માલગાડીએ સાવરકુંડલાના ખડકાળા નજીક પાંચ વર્ષીય સાવજના ટુકડે ટુકડા કરી નાખ્યાં હતા. વનતંત્ર દ્વારા ટ્રેનના ડ્રાઇવર સામે કોઇ જ પગલા લેવાયા નથી.

સાવરકુંડલાના આરએફઓ ભાટીયાએ જણાવ્યું હતુ આ ટ્રેન પીપાવાવ પોર્ટ પરથી આવી રહી હતી અને સિંહ ટ્રેક પર આવી જતા ટ્રેનના ચાલકે બ્રેક મારવાનો પ્રયાસ કર્યો હતો. આમ છતા આ સિંહ ટ્રેન હેઠળ કચડાયો હતો. સિંહના અવશેષોને એકઠા કરી પોસ્ટમોર્ટમ માટે ધારીના એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડવામા આવ્યાં હતા. રાત્રીના વરસાદી માહોલમા આ ઘટના બની હતી. અહી બે વાગ્યા સુધી આ ટ્રેનને રોકી રખાઇ હતી અને બાદમા રવાના કરાઇ હતી. જાે રસ્તા પર કોઇ વાહન ચાલક સિંહને હડફેટે લે તો વનતંત્ર ગુનો દાખલ કરી ચાલકની ધરપકડ કરે છે. પરંતુ ટ્રેન હેઠળ સિંહ કચડાઇ જાય અને મોતને ભેટે તો પણ વનતંત્ર દ્વારા ચાલક સામે કોઇ નક્કર કાર્યવાહી કરાતી નથી. રેલકર્મીઓને આવી કાર્યવાહીનો ડર ન હોય વારંવાર આવી ઘટના બનતી હોવા છતાં રેલવે દ્વારા તેને અટકાવવા કોઇ ઉચિત પગલા લેવાતા નથી.ભુતકાળમા અનેક સાવજાે માટે મોતનો ટ્રેક બનેલો સુરેન્દ્રનગર પીપાવાવ રેલ ટ્રેક વધુ એક ડાલામથ્થા સાવજને ભરખી ગયો છે. ગઇરાત્રે સાડા નવેક વાગ્યાના સુમારે સાવરકુંડલા તાલુકાના ખડકાળા ગામ નજીક ૫૦ નંબરના રેલ ફાટક પાસે આશરે પાંચ વર્ષની ઉંમરનો એક સિંહ રેલવે ટ્રેક પર હતો તે સમયે પીપાવાવ તરફથી ધસમસતી આવતી ડબલ ડેકર ગુડસ ટ્રેને આ સિંહને કચડી નાખ્યો હતો. માલગાડી હેઠળ આવી જતા સિંહના અનેક ટુકડા થઇ ગયા હતા. બાદમા અહીં માલગાડી રોકી દેવાઇ હતી. વનતંત્રને જાણ કરાતા સ્થાનિક આરએફઓ સ્ટાફ સાથે અહી દોડી આવ્યા હતા. અને સિંહના અવશેષો એકઠા કર્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/