fbpx
અમરેલી

શાંતાબા મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે યોજાયેલો છ બાય પેપ મશીનનો લોકાર્પણ સમારોહ કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે સજ્જતા કેળવવા માટે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાની દૂરંદેશીભરી કામગીરી

અમરેલી તારીખ ૨૭ ઓગસ્ટ-કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે છબાય પેપ મશીનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો.

આ પ્રસંગે કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે અમરેલી જિલ્લાનો બચાવ કરવા માટે  ૧૦૦૦ ઓક્સિજન સિલિન્ડરની આગોતરી વ્યવસ્થા કરવા માટે સેવાભાવી ઉદ્યોગ ગૃહો અને વિવિધ સામાજિક સંસ્થાઓ આગળ આવવું જોઈએ. કોરોનાની કપરી પરિસ્થિતિનો સામનો કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજ્જ છે, ત્યારે તબીબી સાધનો અને સવલતો આમ જનતા સુધી પહોંચાડવામાં બિન સરકારી સંસ્થાઓ રાજયસરકાર અને જિલ્લા વહીવટીતંત્રનો સહયોગ કરે તો આ સ્થિતિનો પડકાર વધુ સારી રીતે ઉઠાવી શકશે, તેમ પણ કલેકટરશ્રીએ ઉમેર્યું હતું.

દિપપ્રાગટયથી કાર્યક્રમનો શુભારંભ થયા બાદ આમંત્રિતોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. શાંતાબા કોલેજના મેનેજિંગ ડિરેક્ટર શ્રી પીન્ટુભાઇ ધાનાણીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ સમારોહમાં ટ્રસ્ટી શ્રી એમ. કે. સાવલિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને ચિરાગભાઈ ગજેરા સહિતના મહાનુભાવોનું સન્માન કરાયું હતું. પ્રાસંગિક ઉદ્દબોધનમાં પ્રાંત અધિકારીશ્રી સી. કે. ઉંઘાડે કોરોનાથી બચવા માટે રાજ્ય સરકારે કરેલા પ્રયત્નોની ટૂંકી રૂપરેખા રજુ કરી હતી. કાર્યક્રમનું સંચાલન શ્રી હરેશભાઈ બાવીસાએ કર્યું હતું.

સૌરાષ્ટ્ર પટેલ કલ્ચરલ સમાજ તથા કે.જી.સાવલિયા માનવ સેવા ટ્રસ્ટ, સાજીયાવદરના સંયુકત ઉપક્રમે અમરેલીના કેળવણીકાર વસંતભાઈ ગજેરા સંચાલિત શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં અમેરિકાના વતનપ્રેમી નાગરિકો દ્વારા અપાયેલ છ બાય પેપ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સમારોહમાં અતિથિવિશેષ પદે માર્કેટીંગ યાર્ડના ચેરમેન શ્રી પી.પી.સોજીત્રા, ડો. હિમ પરીખ, ડો. શોભના મહેતા, ડો. રવિ પરમાર, અગ્રણી શ્રી જીતુભાઈ ડેર,  જીતુભાઈ ગોળવાળા, જયસુખ ભાઈ દેસાઈ, કાળુભાઇ રૈયાણી, જગદીશભાઈ ધરજીયા, રણજીતભાઇ વાળા, ઉમેદભાઈ, વસંતભાઈ પોકળ, બાબુભાઇ ચોવટિયા, મનુભાઇ સાવલિયા તથા સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.   

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/