fbpx
અમરેલી

‘‘રાષ્ટ્રીય શિક્ષક દિન’’ નિમિત્તે અમરેલી જિલ્લાના ૧૭ શિક્ષકોનું ‘‘શ્રેષ્ઠ શિક્ષક’’ તરીકે સન્માન કરાયું:”શ્રેષ્ઠ હાઇસ્કુલ” તરીકે શમાપૂર અને વડેરા ગામની હાઈસ્કૂલને રૂપિયા એક લાખની પ્રોત્સાહક રકમ એનાયત

અમરેલી તા. સપ્ટેમ્બરગુજરાત રાજય સંગીત નાટક અકાદમીના અધ્યક્ષશ્રી પંકજ ભટ્ટે જણાવ્યું હતું કે, એક યોગ્ય શિક્ષક નવા સમાજનું સર્જન કરવા શક્તિમાન છે, એટલે શિક્ષકનું મહત્વ કદી ઓછું આંકી શકાય.

        અધ્યક્ષશ્રી ભટ્ટે ભારતીય સમાજમાં સ્થાપિત થયેલી ગુરૂશિષ્યની પરંપરાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, આજની વર્તમાન પરિસ્થિતિમાં પણ પરંપરા મહદ અંશે જળવાઇ રહી છે, જેનાથી આજે પણ સમગ્ર ભારતીય સમાજમાં શિક્ષકોનું સ્થાન પરમ વંદનીય રહયું છે. ગુરૂના માર્ગદર્શન થકી અજ્ઞાનના અંધકાર ઉલેચી શકાય છે, અને સર્વ જગત દેદિપ્યમાન ભાસે છે, જે બદલ આપણે સહુએ ગુરૂને નમસ્તકે વંદન કરવા જોઇએ. શ્રી પંકજ ભટ્ટે પોતાના અભ્યાસ સમયના સંસ્મરણો વાગોળતાં ઉમેર્યું હતું કે, ગમે તેટલા પરિવર્તનો આવવા છતાં ગુરૂશિષ્યની ભારતીય પ્રણાલિ હજુ સુધી જીવંત રહી શકી છે, બતાવે છે કે પ્રણાલિને પ્રચંડ જનસમર્થન છે. શ્રી પંકજ ભટ્ટે  ઇતિહાસમાં અમર થઇ ગયેલા ભારતીય શિક્ષકોના પ્રદાનનો તકે સગૌરવ ઉલ્લેખ કરતાં તમામ શિક્ષકોનો નતમસ્તકે ઋણસ્વીકાર કર્યો હતો.

        અધ્યક્ષશ્રી ભટ્ટે અમરેલી જિલ્લાના કુલ ૧૭ શિક્ષકોને ‘‘શ્રેષ્ઠ શિક્ષક પરિતોષિક ’’ તરીકેનું સન્માનપત્ર એનાયત કર્યું હતું અને શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું. શમાપૂર અને વડેરા ગામની હાઇસ્કૂલનેશ્રેષ્ઠ હાઇસ્કુલતરીકે ઘોષિત કરવામાં આવી હતી અને રૂ.એક લાખની પ્રોત્સાહક રકમ અધ્યક્ષશ્રી પંકજ ભટ્ટે બંને શાળાઓના આચાર્યોને એનાયત કરી હતી.

        શ્રીમતિ શાંતાબેન ગજેરા શૈક્ષણિક સંકુલ, અમરેલી ખાતે જિલ્લા વહીવટીતંત્ર તથા  જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સંયુકત રીતે આયોજિત કરાયેલ કાર્યક્રમનો દિપપ્રાગટયથી શુભારંભ થયો હતો. આમંત્રિતોનું પુસ્તકોથી સ્વાગત કરાયું હતું. સંકુલની છાત્રાઓએ પ્રાર્થના ગીત રજૂ કર્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમજી પ્રજાપતિએ સ્વાગત પ્રવચન કર્યું હતું.

આકાર્યક્રમમાંજિલ્લાપંચાયતપ્રમુખશ્રીરેખાબેનમોવલીયા, જિલ્લાવિકાસઅધિકારીશ્રીદિનેશગુરવ, પ્રાંતઅધિકારીશ્રીસી.કે. ઉંધાડશિક્ષકસંઘનાપ્રમુખો, જિલ્લાભરનીસ્કૂલનાઆચાર્યો, શિક્ષકગણતથાછાત્રોઉપસ્થિતરહ્યાહતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/