fbpx
અમરેલી

૧૫ થી ૩૫ વર્ષના યુવાઓ માટે સરહદી સ્થળોનાં સાહસિક પ્રવાસનું આયોજન

ગુજરાતનાં ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક યુવતીઓને રાજ્યનાં વિસ્તારો, ત્યાનું લોકજીવન, ઐતિહાસિક તેમજ પુરાતત્વીય સ્થળો, સાગરકાઠો, રણ વિસ્તારનો પ્રત્યક્ષ પરિચય થાય તેમજ ત્યાની મુશ્કેલીઓ હાડમારીઓ વચ્ચે સરહદોનું રક્ષણ કરતા આપણા જવાનો વિષે માહિતી મેળવી શકે. તે હેતુથી દર વર્ષે કચ્છ-બનાસકાઠા જિલ્લાનાં વિવિધ સરહદી સ્થળોનાં સાહસિક પ્રવાસ યોજવામાં આવે છે.      ચાલુ વર્ષે પણ ૧૦(દસ) દિવસ માટે આ કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવેલ છે. જેમાં રાજ્યભરમાંથી મળેલ અરજીઓમાથી પસંદગી કરવામાં આવનાર છે. કુલ ૨૦૦ યુવક-યુવતીઓ આ સાહસિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક આપવામાં આવશે. કાર્યક્રમમાં જોડાવા ઈચ્છતા અમરેલી જિલ્લાનાં યુવક-યુવતીઓની કે જેમની ઉમર તા.૩૧-૧૨-૨૦૨૧નાં રોજ ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદામાં આવતી હોય તેમણે commi-synca.gujarat.gov.in/application-forms-guj.htm website પરથી અથવા અત્રેની કચેરીનાં બ્લોગ એડ્રેસ dsoamreli.blogspot.com પરથી  ફોર્મ ડાઉનલોડ કરી જેમાં સંપૂર્ણ વિગતો ભરીને આધાર પુરાવા સાથે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, c/o જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી, બહુમાળી ભવન, રૂમ નં.૪૧૧, ત્રીજો માળ, કચ્છ-ભુજ, ૩૭૦૦૦૧” ને તા.૩૦-૦૯-૨૦૨૧ સુધીમાં મોકલી આપવાનું રહેશે. કાર્યક્રમમાં જોડાવા માટે એન.સી.સી. કેડેટસ/એમ.એસ.એસ. મેમ્બર, રાષ્ટ્રીય પરેડ નવી દિલ્હી ૧૫ ઓગસ્ટ/ ૨૬ જાન્યુઆરી / તાલુકા / જિલ્લા / રાજ્ય કક્ષાની માન્ય રમતોત્સવમાં ૧ થી ૩ નંબર વિજેતા / વિશિષ્ટ બહાદુરી/ વીરતા/ શોર્ય માટેના એવોર્ડ મેળવેલ હોય/ પર્વતારોહણ બેઝીક તાલીમ લીધેલ હોય અને કોઈ ખાસ અભિયાન કરેલ હોય દા.ત. સાયકલ રેલી, બાઈક રેલીની વિગતો અંગેનાં પ્રમાણપત્રો સામેલ રાખવા. અરજી પસંદગી સમયે આ વિગતોને પ્રાધાન્ય આપવામાં આવશે. આ કાર્યક્રમમાં પસંદગી થનાર યુવક-યુવતીઓને પત્ર દ્વારા/ આપેલ મોબાઈલ / ઈ-મેઈલ દ્વારા જાણ કરવામાં આવશે. પસંદગી થનાર યુવક-યુવતીઓએ તેમના નિવાસ થી ભૂજ અને પરત સ્વખર્ચે આવવાનું રેહશે. કાર્યક્રમ દરમ્યાન તમામ સુવિધાઓ રાજ્ય સરકારશ્રી દ્વારા આપવામાં આવશે. તેમજ ભાગ લેવા બદલ પ્રમાણપત્ર આપવામાં આવશે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/