fbpx
અમરેલી

બગસરાનાં બાલાપુર ગામે ખેડૂતને માર મારી લૂંટ ચલાવનાર 3 શખ્‍સો ઝડપાયા

બગસરા તાલુકાનાં બાલાપુર ગામે રાત્રે ખેતરે સુતેલા ખેડૂતને માર મારી, મોબાઈલ ફોન, મોટર સાયકલ તથા રોકડ રકમનીથયેલ લૂંટના ગુનાનો ભેદ અમરેલી એલસીબીએ ઉકેલી     લીધેલ છે.

વિગત એવા પ્રકારની છે કે, ગઈ તા. 14/8/ર1નાં રોજ રાત્રીનાં સમયે બગસરા તાલુકાનાં બાલાપુર ગામના ખેડૂત ભરતભાઈ બાલુભાઈ ઠુંમર (ઉ.વ. 41)નાઓ પોતાના ખેતરે ખાટલા ઉપર સુતેલ હતા ત્‍યારે ત્રણ અજાણ્‍યા પુરૂષો આશરે 3પથી 40 વર્ષની ઉંમરના, પેન્‍ટ, શર્ટ પહેરેલ અને મજુર જેવા લાગતા હોય. તેઓએ લાકડી જેવા હથિયારો ધારણ કરી ખેતરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ભરતભાઈ બાલુભાઈ ઠુંમરનો મોબાઈલ ફોન ચોરવા જતા ભરતભાઈ જાગી જતા તેઓએ પ્રતિકાર કરતા અજાણ્‍યા આરોપીઓએ લાકડી તથા ઢીકાપાટુ વડે ભરતભાઈને આડેધડ માર મારી, માથા ઉપર, ડાબા કાને, મોઢાના જડબાના ભાગે તથા જમણા હાથની આંગળી ઉપર ઈજાઓ કરી તેમજ ડાબી આંખ ઉપર ઢીકાપાટુ વડે માર મારી, મુંઢ ઈજાઓ કરી, રેડમી કંપનીનો એ-પ મોડલનો એન્‍ડ્રોઈડ મોબાઈલ ફોન કિંમત રૂા. 1પ00 તથા હિરો હોન્‍ડા ડિલક્ષ મોટર સાયકલ જેના રજી. નંબર જી.જે. 01-એમએલ 498પ કિંમત રૂા. 1પ000 તથા રોકડ રકમ રૂા. રપ0    મળી કુલ કિંમત રૂા. 17,રપ0નાં મુદામાલની લૂંટ કરી નાસી જઈ ગુનો કરેલ હોય. ભરતભાઈ બાલુભાઈ ઠુંમર રહે. બાલાપુર, તા. બગસરા, જિ. અમરેલીનાઓની ફરિયાદ પરથી ત્રણ અજાણ્‍યા ઈસમો વિરૂઘ્‍ધ બગસરા પોલીસ સ્‍ટેશનગુ.ર.નં. 11193009ર10પ61/ર0ર1, આઈપીસી કલમ-394, 397, 4પ9, 1ર0(બી), 34, જીપીએ કલમ-13પ મુજબનો લૂંટનો ગુનો રજી. થયેલ.

ભાવનગર રેન્‍જ આઈજીપી અશોક કુમારે ઉપરોકત લૂંટના અનડીટેકટ ગુન્‍હાને ડીટેકટ કરવા જરૂરી સુચનાઓ આપેલ હોય. અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે આ લૂંટનાં ગુનાની વિગતોનો ઉંડાણપૂર્વક અભ્‍યાસ કરી આ ગંભીર પ્રકારના ગુનાના આરોપીઓને લૂંટમાં ગયેલ મુદામાલ સાથે શોધી કાઢવા અમરેલી એલસીબી, એસઓજી તથા બગસરા પોલીસ સ્‍ટેશનની અલગ અલગ ટીમો બનાવી જરૂરી માર્ગદર્શન આપેલ હોય. જે અનુસંધાને અજાણ્‍યા આરોપીઓ અંગે તપાસ હાથ ધરવામાં આવેલ.

અમરેલી એલસીબી ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ્‍પેકટર આર.કે. કરમટા તથા પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર પી.એન. મોરી તથા એલસીબી ટીમ ઘ્‍વારા બગસરાથી કુંકાવાવ તરફ જવાના રસ્‍તે ચોકડી પાસેથી ત્રણ શંકાસ્‍પદ ઈસમોને લૂંટમાં ગયેલ મુદામાલ સાથે ઝડપી લેવામાં સફળતા મેળવેલ છે.

પકડાયેલ આરોપીઓમાં (1) અજય બનસીંગ અચાયા (ઉ.વ. ર0) રહે. ઉંડારી, હોળી ફળીયુ, તા. જોબટ, મઘ્‍યપ્રદેશ, (ર) સુરેશ દિપસિંગ બધેલ (ઉ.વ. 19) રહે. અગોની, ચોકીદાર ફળીયુ, તા. જોબટ, મઘ્‍યપ્રદેશ, (3) ખેલસીંગ મહેરામ પરોડીયા (ઉ.વ. ર1) રહે. ચગદે, મોહનીયા ફળીયું, તા. જોબટ, મઘ્‍યપ્રદેશ.

આરોપી પાસેથીમળી આવેલ એન્‍ડ્રોઈડ મોબાઈલ ફોન નંગ-4 કિંમત રૂા. ર0,000 તથા રોકડા રૂા. રપ0 મળી કુલ કિંમત રૂા. ર0,રપ0નો મુદામાલ કબ્‍જે કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/