fbpx
અમરેલી

પોષણ માસની ઉજવણી અંતર્ગત દ્વિતીય સપ્તાહમાં મહિલાઓને યોગ તાલીમ અપાઈ

સમગ્ર રાજ્યમાં સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે સંકલિત બાળ વિકાસ યોજનાની કચેરી અમરેલી ખાતે મહિલાઓને યોગ ટીચર સુશ્રી વૈશાલીબેનએ યોગની તાલીમ આપી હતી.

આ અંગે માહિતી આપતા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી મનીષાબેન બારોટ જણાવે છે કે રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવેલા પોષણ માસના દ્વિતીય અઠવાડિયામાં મહિલાઓને યોગ વિશેની તાલીમ આપી જાગૃત કરવા અમરેલી સહિત જિલ્લામાં વિવિધ સ્થળોએ કાર્યકમ યોજાયા છે.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવએ કાર્યકમમાં ખાસ હાજરી આપી હતી. ઉપસ્થિત સૌ મહાનુભાવોના હસ્તે ટેક હોમ રાશન કીટ અને પ્રિ સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ વાનગીઓનું નિદર્શન યોજવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં આંગણવાડી કેન્દ્રના લાભાર્થીઓને આપવામાં આવતા પુરક પોષણના લાભો તેમજ લોકોમાં રસીકરણની જાગૃતિ લાવવા વિષે સમજ આપવામાં આવી હતી.

આ તકે સીડીપીઓશ્રી, આરએસઆઈ, આર્યુવેદ અધિકારીશ્રી, મેડીકલ ઓફિસરશ્રી,(પોષણ અભિયાન) એનએનએમ સ્ટાફ તેમજ આઈ.સી.ડી.એસ ના તમામ સ્ટાફમિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/