fbpx
અમરેલી

અમરેલી શહેર માં ચિતલ રોડ લાઠી રોડ ઉપર રોડ ની સાઈડમાં બ્યુટીફિકેસનમાં ગંદકીના ગંજ કાયમી સફાઈનો અભાવ

 આ સ્થળ ની નિયમિત કાયમી ધોરણે સાફ સફાઈ અને મેન્ટેનસ થાય તેવી વેવસ્થા અમરેલી નગર પાલિકા તંત્ર ને ગોઠવવા અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા એ માગણી કરી છે .


નાના ભુલકા ઓ માટે હીંચકા લસર પટી સાહિત ના મનોરંજન ના સાધનો હોય બેસવા માટે બાંકડા ઓ હોય પણ કાયમી સાફ સફાઈ ને મેન્ટેનસ નો અભાવ હોય અમરેલી શહેર ના લોકો તે લાખો રૂપિયા ના ખર્ચે બનેલ બ્યુટીફિકેસન નો લાભ લઈ શકતા નથી 


 અમરેલી શહેર માં ચિતલ રોડ પર અને લાઠી રોડ પર  અમરેલી નગર પાલિકા દવારા લાખોના ખર્ચે બ્યુટીફિકેસન ની કામગીરી કરવામાં આવી છે પણ બાદમાં પણ તેની દેખ રેખ કે સાફ સફાઈ પણ કરવામાં આવતી ન હોવાને કારણે બેફામ ગંદકી ના ગંજ ખડકાયા છે. મહિના ઓ થી કચરો ડાળી ઓ ઉપાડ્યા નથી અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા અમરેલી તાલૂકા કૉંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી તાલુકા કૉંગ્રેસ મહામંત્રી વિપુલ પોકીયાં એ લાઠી રોડ અને ચિતલ રોડ ની મુલાકાત લીધી હતી. અને નગરપાલિકા ની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી .તેમને કહ્યું કે અમરેલી પાલીકા દવારા લાખો રૂપિયાની ની રકમ નો ખર્ચ કરી ને અમરેલી ના પ્રવેશદ્વાર સમાન ચિતલ રોડ અને લાઠી રોડ ની સુંદર તામાં વધારો થાય તે માટે રોડ ની બેય સાઈડ માં બ્યુટીફિકેસન ની કામગીરી કરવામાં આવી છે .

રાજકોટ થી અમરેલી ને જોડતો આ રોડ અને લાઠી રોડ એ બંને બહાર ના જિલ્લા ઓ માંથી અમરેલી ના પ્રવેશદ્વાર ગણવામાં  આવે છે હાલ માં રોડ ની બંને સાઇટ બ્યુટીફિકેસન કરીને પગપાળા કે સાયકલ પર ચાલી શકાય તેવા ટ્રેક પણ બનાવાયા છે પણ ક્યારેય તેની કાયમી સાફ સફાઈ ન થવાના કારણે ત્યાં ગંદકી ના થર બાજી ગયા છે તાજેતરમાં આવેલા વાવાઝોડા ને કારણે ત્યાં વૃક્ષો ની ડાળી ઓ ત્યાં તૂટીને પડી હતી તે હજુ પણ ઉપાડવામાં આવી નથી અને આ ગંદકી ના કારણે એટલે તો ખરાબ થઈ ગયું છે . તેનાથી અમરેલી શહેર ની સુંદરતા માં વધારો થવાને બદલે બદસુરતી વધારે છે આ સ્થળ ની નિયમિત કાયમી ધોરણે સાફ સફાઈ અને મેન્ટેનસ થાય તેવી વેવસ્થા ગોઠવવા અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા એ માગણી કરી છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/