fbpx
અમરેલી

અમરેલી ચિતલ રોડ ઉપરની સોસાયટીમાં બનાવેલ સી.સી. રોડમાં ભ્રષ્ટાચારની બૂ : તપાસની માંગ

અમરેલીના દેવરાજભાઇ નરેશભાઈ બાબરીયા એ ચીફ ઓફીસર અમરેલી નગરપાલિકા પત્ર લખીને જણાવ્યું છે કે

અમરેલીના હાર્દસમા વિસ્તાર ચિતલ રોડ ઉપર આવેલ સોસાયટીના ભા.જ.પ. સાશિત નગરપાલિકા દ્વારા ગત વર્ષે બનાવવામાં આવેલ સી.સી. રોડ , ગેરંટી પીરીયડ પહેલા તુટી ગયેલા હોય તો કસુરવાર કોન્ટ્રાકટર , એજન્સીને તે સમયના પ્રમુખશ્રી બાંધકામ એજીનીયરશ્રી , સુપરવાઇઝરો વગેરેની સામે શિક્ષાત્મક પગલા ભરવા દંડ વસુલ કરવો તેમજ આ રોડ ફરી વખત બનાવી લોકોને સુવિધા પુરી પાડવા માટે આયોજન કરવા આ વિસ્તારના લોકોની માંગ છે . અમરેલી નગરપાલિકાના ડ્રિમ વિસ્તાર ચિતલ રોડ ઉપર ભા.જ.પ. શાસિત નગરપાલિકાએ અન્ય સરકારની ગ્રાંટમાંથી નબળુ કામ કરી માત્ર પૈસા બનાવવા માટે આ કાર્ય કરીને વેસ્ટર્ન પાર્ક , શ્રી રંગ સોસાયટી , દ્વારકેશ સોસાયટી વગેરેમાં મેઇન રોડ બનાવવામાં આવ્યા છે .

વૃંદાવન સોસાયટી ગાયત્રી મંદિર પાછળ તેમજ શહેરના પોષ વિસ્તારમાં આવેલ ગાયત્રી મંદિર પાછળની શેરી , વૃંદાવન સોસાયટી -૧,૨ તેમજ આ સોસાયટીના રસ્તાઓ કાચા છે . તેથી ચોમાસા દરમ્યાન વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે . દવાખાના તથા વૃધ્ધ તેમજ વિદ્યાર્થીઓને ચાલવામાં મુશ્કેલી પડે છે . શહેરમાં અન્ય જગ્યાએ રોડ બની રહ્યા હોય ત્યારે અમારી આ ઉપેક્ષીત એવી સોસાયટીમાં પણ રોડ બને તેવી લાગણી સાથે માંગણી કરૂ છું . આ રોડ પહેલા જ વરસાદમાં ધોવાઇ ગયેલ છે . આથી સાબીત થાય છે કે આમાં ખુબ મોટા પાયે ભ્રષ્ટાચાર કરી હલકી ગુણવતાનું મટીરીયલ્સ વાપરીને આ કાર્ય કરવામાં આવેલ છે . આ વિસ્તારની કામગીરીમાં મટીરીયલ્સનું લેબોરેટરી ટેસ્ટીંગ અમારા ખર્ચે કરવું તેમજ અમોને સાથે રાખીને પંચરોજકામ કરવું અને કસુરવાર બાંધકામ અધિકારી , ચીફ ઓફીસરશ્રી તેમજ તે સમયના પ્રમુખ ઉપર શિક્ષાત્મક પગલા લઇ આ રોડ ફરીવાર બનાવવાની તજવીજ હાથ ધરશો એવી અમારી માંગણી છે . અન્યથા અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/