fbpx
અમરેલી

બાબરાની સિદ્ધિ વિનાયક સોસાયટી વિસ્‍તારની મહિલાઓએ પાલિકામાં કર્યો હલ્‍લાબોલ

બાબરા વોર્ડ 1 વિસ્‍તારમાં આવેલ સિદ્ધિવિનાયક સોસાયટીમાં સફાઈ, સ્‍ટ્રીટ લાઈટ, રોડ રસ્‍તા સહિતના પ્રશ્ને સ્‍થાનિક રહીશો દ્વારા આ વિસ્‍તારના પાલિકાના સભ્‍યો તેમજ નગરપાલિકામાં અનેકવાર રજુઆત કરવા છતાં પૂરતું ઘ્‍યાન નહિ આપવામાં આવતા લોકોના પ્રશ્નોનો નિકાલ નહિ થતા સ્‍થાનિક રહીશોમાં રોષની લાગણી પ્રસરી હતી અને સોસાયટીની મહિલાઓ એકઠી થઈ નગરપાલિકામાં હલાબોલ કર્યો હતો. જોકે પાલિકા પ્રમુખ રેખાબેન આંબલિયા અને ચિફ ઓફિસર હાજર નહિ હોવાથી પાલિકા કર્મચારીને આવેદનપત્ર પાઠવી સોસાયટીના પ્રાણપ્રશ્નોનો ત્‍વરિત નિકાલ કરવાની રજુઆત કરેલ હતો તેમજ જો આગામી દિવસોમાં નગરપાલિકા દ્વારા કોઈ ચોક્કસ કામગીરી સોસાયટીમાંનહિ કરવામાં આવે તો તમામ રહીશો દ્વારા નગરપાલિકા સામે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ મહિલાઓ  ઉચ્‍ચારવામાં આવી હતી.

બાબરા નગરપાલિકામાં પાછલા ઘણા સમયથી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવા પાલિકાના સત્તાધીશો નિષ્‍ફળ રહેતા હોવાની નગરજનોમાં ફરિયાદ ઉઠવામાં પામી છે શહેરના દરેક વોર્ડ વિસ્‍તારમાં સફાઈ અને સ્‍ટ્રીટ લાઈટ બાબતે લોકો દ્વારા સોશ્‍યલ મીડિયા અનેકવાર રોષ પણ ઠાલવવામાં આવી રહ્યો છે તેમજ મોડી સાંજે સ્‍ટ્રીટ લાઈટ શરૂ કરવામાં આવે છે અને ધોળા દિવસે પણ સ્‍ટ્રીટ લાઈટ શરૂ રહે છે. આમ કોયજાતનું નગરપાલિકાનું સંકલન નહિ હોવાનું પણ લોકોના ઘ્‍યાનમાં આવ્‍યું છે. શહેરના લોકોએ ભાજપને સ્‍પષ્ટ બહુમતી આપેલ છે પણ ભાજપના સત્તાધીશો નગરજનોને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવા કયાંયને કયાંક ઉણા ઉતરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

ત્‍યારે શહેરની અતિ મહત્‍વની અને હાર્દ સમી સિદ્ધિવિનાયક સોસાયટીના રહીશો નગરપાલિકામાં વેરો પણ નિયમિત ભરે છે એકપણ રહીશનો વેરો બાકી નથી. તેમ છતાં, અહીં પ0 થી વધુ પરિવારને પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી. જેથી તમામ મહિલાઓ રોષે ભરાય નગરપાલિકા કચેરીમાં દોડી આવી હતી અને પોતાની સોસાયટીના પ્રશ્નો સમસ્‍યાનો કાયમી ઉકેલ લાવવા ઉગ્ર રજુઆત કરી આવેદનપત્ર આપ્‍યુંહતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/