ધારીનાં જીરા ગામે ઈલેકટ્રીક શોક લાગવાથી સિંહણનું કમકમાટીભર્યુ મોત
ધારીનાં જીરા ગામે ખેતર અને વીજતારમાં ગોઠવેલ ઈલેકટ્રીક શોર્ટ લાગતા ઘટના સ્થળ પર સિંહનું મોત નિપજયુંહતું.
આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર ધારી ગીર પૂર્વની દલખાણીયા રેન્જ હેઠળ આવેલ ધારીનાં જીરા ગામનાં રેવન્યુ વિસ્તારમાં આવેલી ખાનગી વાડીમાં એમપીનાં શખ્સે ભાગીયું રાખી પાકનું વાવેતર કરેલ હતું અને પાકને પ્રાણીઓથી બચાવવા ખેતરની વાડ ફરતે ઈલેકટ્રીક શોર્ટ મુકવામાં આવ્યો હતો. આ જીવતા વીજતારમાં આજે એક સિંહણ (ઉ.વ. પથી 7) અડી જતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. જેની જાણ વનતંત્રને થતાં દલખાણીયા આરએફઓ, એસીએફ ઉના સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચોી ગયો હતો. જયાં વધુ તપાસ હાથ ધરતા ભાગીયુ રાખેલ એક શખ્સે વીજતાર ગોઠવ્યો હોવાનું ખુલ્યું હતું. આ અંગે વનતંત્રએ પીજીવીસીએલ, એફએસએલ સહિતની મદદથી સ્થળ પર વધુ તપાસ હાથ ધરી હતી અને ઘટના સ્થળ પરથી એક શખ્સની અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આ સમગ્ર ઘટનનું રિપોર્ટીંગ કરવા ગયેલા પત્રકાર અરવિંદ દવે ઘ્વારા ઘટના સ્થળનું વિડીયો રેકોર્ડંગ કરતા વનતંત્રએ પત્રકારનો મોબાઈલ લઈ શુટીંગ, ફોટા વગેરે ડીલીટ કર્યુ હતું. જેથી આ અંગેની ફરિયાદ ડીસીએફ અને સીસીએફને પણ કરવામાં આવી હતી.
Recent Comments