fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં માર્ગ મરામત મહાઅભિયાનની શરૂઆત

ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ૧  થી ૧૦ મી ઓકટોબર-૨૦૨૧ સુધી માર્ગ મરામત મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અન્વયે માર્ગ અને મકાન મંત્રીશ્રી પૂર્ણેશ મોદીના નેતૃત્વ હેઠળ અગાઉ એક નંબર જાહેર કરી રાજ્યના નાગરિકોને તેમના વિસ્તારમાં ક્યાંય પણ માર્ગ મરામતની જરૂર હોય તો તેની જરૂરી માહિતી નંબર પર મોકલી આપવા જણાવવામાં આવ્યું હતું. જે વિગતોને ધ્યાને લઈ આ મહાઅભિયાન અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગ મરામત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે અંતર્ગત અમરેલી જિલ્લામાં માર્ગ મરામત માટે આવેલી વિગતો ધ્યાને લઈ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ(રાજ્ય) દ્વારા ૧ ઓક્ટોબર-૨૦૨૧ ના રોજથી મરામત કામ શરૂ કરવામાં આવેલ છે. જિલ્લામાં વિવિધ સ્થળોએ મરામત કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ-બીલખા-માણેકવાડા-બગસરા-અમરેલી રોડ, અમરેલી બાયપાસ રોડ, જેઠીયાવદર-જામકા-શિલાણા રોડ, જાળિયા-ખારી-હડાળા-માવજીંજવા રોડ, ચાવંડ-લાઠી-અમરેલી-ધારી-કોડીનાર રોડ જેવા રોડ રસ્તાઓની મેટલપેચની કામગીરી કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/