fbpx
અમરેલી

અમરેલી જિલ્‍લામાં ધો. 1 થી ધો. પની શાળા ઓફ લાઈન શરૂ કરવા માંગ થઈ

અમરેલી જિલ્‍લા સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળે જિલ્‍લા શિક્ષણાધિકારી મારફત શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર પાઠવેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, જયારે કોરોનાની સ્‍થિતિ ખૂબ કન્‍ટ્રોલમાં છે, ખૂબ વ્‍યાપક પ્રમાણમાં સરકાર દ્વારા વેકિસનેશન થયું છે. ઉપરાંત આરોગ્‍યના નિષ્‍ણાંતોના અભિપ્રાય પ્રમાણે હવે કોરોનાની નવી કોઈ લહેર આવવાની સંભાવના નહિવત છે અને બાળકોમાં પણ કોરોનાનો કોઈ ખતરો નથી તેવું સ્‍પષ્‍ટ છે ત્‍યારે હવે ધોરણ 1 થી પના ઓફલાઈન વર્ગો શરૂ કરવા એ            બાળકો અને શિક્ષણના હિતમાં છે.

ખૂબ વિશાળ વાલીસમુદાય પણ પોતાના બાળકોના અભ્‍યાસ માટે ચિંતિત છે અને અનેક વાલીઓ પણ પોતાના બાળકને શાળામાં મોકલવા સાથે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા વારંવાર રજૂઆતો કરી રહયા છે. ત્‍યારે ચોકકસ ગાઈડલાઈન સાથે શાળાઓ ત્‍વરિત શરૂ કરવા નિર્ણય લેવો જરૂરી છે.

દિવાળી પહેલા શાળાઓ શરૂ કરવામાં આવે તો વિદ્યાર્થીઓનેપૂર્વવત નોર્મલ શિક્ષણમાં ઢાળી શકાશે. બીજું સત્ર પણ ત્‍યારબાદ વધુ સારી રીતે કાર્યરત કરી શકાશે. વિશાળ વાલી સમુદાય, વિદ્યાર્થીઓ અને શિક્ષણના હિતમાં ત્‍વરિત નિર્ણય કરવા અંતમાં માંગ કરેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/