આરટીઓ કચેરી દ્વારા બાબરા ખાતે ૯ ઓક્ટોબરના ખાસ કેમ્પનું આયોજન
એ.આર.ટી.ઓ. કચેરી દ્વારા ૯/૧૦/૨૦૨૧ ના બાબરા સર્કિટ હાઉસ ખાતે સવારે ૧૦.૩૦ થી સાંજે ૧૮:૧૦ સુધી રી-પાસિંગ અને પાસિંગ (CFRA) કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બાબરા તાલુકાના વાહન માલિકો અને કબ્જેદારોએ કેમ્પની તારીખ પહેલા વાહન પાસિંગની ઓનલાઇન ફી ભરી ઇન્વર્ડની કામગીરી પૂર્ણ કરી કેમ્પનો લાભ લેવા આર.ટી.ઓ કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Recent Comments