fbpx
અમરેલી

અમરેલી જિલ્લા કલેક્ટર એ મહેસુલ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે આજે અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના તમામ પ્રાંત અધિકારીશ્રીઓ અને તાલુકાઓના મામલતદારશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

કલેક્ટરશ્રીએ બેઠકમાં જમીનોના પડતર કેસો, નોંધો, પ્રકરણો, ખેડૂત પ્રમાણપત્ર, સરકારી ખાતાને જમીન ફાળવણી, ગામતળ કે સ્મશાન નીમ દરખાસ્ત, વેકસીનેશન, ફિલ્ડ વર્ક જેવા વિવિધ લોકહિતને સીધી રીતે સ્પર્શતા મુદ્દાઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી. કલેક્ટરશ્રીએ ઉપસ્થિત સૌ અધિકારીશ્રીઓના વિવિધ મહેસુલી પ્રશ્નો અંગે ગહન ચર્ચા કરી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સાથે આવનારા દિવસોમાં વધુમાં વધુ વેક્સીનેશન થાય એ દિશામાં કાર્ય કરવા તમામ અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.

કોન્ફરન્સ હોલ ખાતે અમરેલી પ્રાંત અધિકારી શ્રી સી. કે. ઉંધાડ, સાવરકુંડલા પ્રાંત અધિકારી શ્રી આર. આર. ગોહિલ તેમજ અમરેલી મામલતદાર અને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તાલુકાના મહેસુલ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/