fbpx
અમરેલી

અસંગઠિત કામદારોના વ્યાપક રજીસ્ટ્રેશન માટે અમરેલી જિલ્લામાં ખાસ અભિયાન

સરકાર દ્વારા અસંગઠિત કામદારોનો નેશનલ ડેટાબેઝ કલ્યાણકારી હિતમાં એકત્ર કરવામાં આવી રહ્યો છે. જે માટે સરકારના લેબર અને એમ્પ્લોયમેન્ટ મંત્રાલય દ્વારા ઇ-શ્રમ પોર્ટલ પર પર રજીસ્ટ્રેશનની કાર્યવાહી હાલ ચાલુ છે. અમરેલી જિલ્લામાં અસંગઠિત કામદારોનું વ્યાપક પ્રમાણમાં રજીસ્ટ્રેશન થાય અને પાત્રતા ધરાવતા દરેક કામદારો અને નાના વ્યવસાયકારીઓ શ્રમ કાર્ડ માટે નોંધણી કરાવે તે માટે અમરેલી કલેકટર શ્રી ગૈારાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે મિટિંગ મળેલ હતી.

જેમા કલેકટરશ્રીએ આંગણવાડી વર્કર,તેડાગર, આશાવર્કર, શોપ એકટ હેઠળ દુકાનદારોના કામદારો, માછીમારો, બાંધકામ વર્કર, સ્વરોજગાર વર્કર, એમ્પ્લોઇડ વર્કર,મિલ્કમેન, ખેત કામદારો, ન્યુઝપેપર વેન્ડર,મધ્યાહન ભોજન,પુરવઠા વિતરણ, મનરેગાના વર્કર તેમજ કોઇને કોઇ કામ કરતા હોઇ પરંતુ જે ઇન્કમટેક્ષ ન ભરતા હોય, જેનું પીએફ કપાતુ ન હોય તેમજ ઇએસઆઇસીના મેમ્બર ન હોય તેવી આર્થિક ઉપાર્જન કરતી તમામ વ્યકિતઓ કે જેમની ઉંમર ૧૬ થી ૬૦ વર્ષ વચ્ચે હોય તેઓ રજીસ્ટ્રેશન જાતે કરી શકશે અથવા નજીકના સીએસસી સેન્ટર ખાતે વિનામુલ્યે કરાવી શકશે. સબંધિત કચેરીઓના અધિકારીઓ દ્વારા આ માટે કેમ્પ કરીને રજીસ્ટ્રેશન કરાવવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.આ અંગેનું રજીસ્ટ્રેશન WWW.ESHRAM.GOV.IN પર કે જે મિનિસ્ટ્રી ઓફ લેબર & એમપ્લોઇમેન્ટ દ્વારા પોર્ટલ બનાવવામાં આવ્યુ છે.તેના પર થઇ શકશે. રજીસ્ટ્રેશન માટે માત્ર આધાર નંબર, મોબાઇલ નંબર કે જે આધારકાર્ડ સાથે લિંક થયેલ હોય અને બેંક એકાઉન્ટની ડીટેલ્સ આપવાની રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/