fbpx
અમરેલી

અમરેલી માહિતી કચેરીના એમ. જી. ભટ્ટને ભાવસભર વિદાયમાન અપાયું

અમરેલી જિલ્લા માહિતી કચેરી ખાતે ફરજ બજાવતાં એમ.જી.ભટ્ટ આગામી ૩૧ ઓક્ટોબરના વયનિવૃત્ત થનાર હોવાથી માહિતી કચેરીના સ્ટાફ દ્વારા ભાવસભર વિદાય આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ૩૭ વર્ષ સેવા આપી વયનિવૃત્ત થનાર શ્રી ભટ્ટને માહિતી કચેરીના સ્ટાફ દ્વારા સ્વસ્થ અને નિરામય જીવનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ વિદાયમાન સમારંભમાં કચેરીના સ્ટાફ દ્વારા ભટ્ટને શ્રીફળ, સાકર અને સાલ અર્પણ કરવામાં આવી. સહકર્મીઓ દ્વારા યાદગીરીરૂપે મોમેન્ટો પણ અર્પણ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે અમરેલી માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક સુશ્રી સોનલ જોશીપુરાએ જણાવ્યું હતું કે, કચેરી કામને સમયસર અને જવાબદારીપૂર્વક નિભાવનાર ભટ્ટ જેવા કર્મયોગીની ખોટ વર્તાશે. વયમર્યાદા અને પ્રક્રિયાના ભાગરૂપે નિવૃત્તિ અનિવાર્ય છે ત્યારે ભટ્ટનું નિવૃત્તિ બાદનું જીવન સ્વસ્થ અને નિરામય રહે તેવી શુભકામના આપુ છું.

સતત કાર્યરત, નિયમિત, સાલસ અને મળતાવડા સ્વભાવના શ્રી ભટ્ટએ જણાવ્યું કે, સરકારી નોકરીમાં આટલા વર્ષોની સેવા સહકર્મીઓના સહયોગને આભારી છે. સાથે જ જિલ્લાના સ્ટાફમિત્રોનો પણ હંમેશા સહયોગ રહ્યો છે. નિવૃત્તિ બાદ પણ મદદરૂપ થવાની ભાવના વ્યક્ત કરી હતી. આ ઉપરાંત ભટ્ટએ માહિતી ખાતા સાથેના પોતાના સેવાકાળના સંસ્મરણો વાગોળ્યા હતા. આ પ્રસંગે અમરેલી માહિતી કચેરીના સ્ટાફમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/