fbpx
અમરેલી

અંતે સાવરકુંડલા માનવમંદિરની સંવેદનાને સૂર મળ્યો..!! એક વધુ મનોરુગણ મહિલા સંપૂર્ણ સ્વસ્થ થઈ અને પોતાના સ્વજનો સાથે સુભગ મિલન પણ થયું..એકાદ વર્ષથી વધુ સમયથી આશ્રમમાં રહેતી બંગાળી. મહિલાનું માંગરોળ પોલીસ દ્વારા તેનાં પરિવાર સાથે સુખદ મિલન થયું.

છે સંવેદના જ જેનાં સૂરમાં, એ ગીત પ્રેમનું અતિ પ્યારું છે, બસ મિલન થાય સુખદ  અને માનસિક સંતુલન સંતુલિત થાય એ જ ધ્યેય અમારું છે.    બિછડે હુએ કો મિલાયા કૈસા અજીબ કરિશ્મા દિખાયા.. હા, એક વાત સત્ય છે કે આવાં માનવમંદિર ખરાં અર્થમાં ઋષિકૂળ જ ગણાય દેશની સંસ્કૃતિનાં. એક કલ્પના જો આવાં માનવમંદિર જેવાં ભગીરથ સેવા કાર્યો કરતી માનવીય સંવેદનાનું પરિપોષણ કરતી આવી સંસ્થાઓ ન હોય તો શું હાલત થાય આ માનસિક મનોરુગણ સમાજની.. દેશમાં આજે આજની પાશ્ચાત્ય સમાજવ્યવસ્થા જ્યારે આ દેશનું કૌટુંબિક અને સામાજિક જીવન નષ્ટ કરી રહી છે ત્યારે આ માનવમંદિર જેવી સંસ્થાઓ જ સંસ્કૃતિની રક્ષા કરવા માટે અડીખમ ઊભા છે. વાત કરવી છે આ જ્યારે કોઈ વ્યક્તિ માનસિકરીતે રુગ્ણ થઈ અને પોતાના સ્વજનોથી વિખૂટી પડી જાય ત્યારે તેનાં સ્વજનો કેવી મનોવેદનામાંથી પસાર થતાં હશે? એ તો ખુદ એ અને ઈશ્ર્વર જ જાણે.!!આવી પરિસ્થિતિમાં જ્યારે કોઈ પોતાના સ્વજનો સાથે મિલન થાય ત્યારે ખરેખર કેવી મનઃસ્થિતિ થતી હશે..??વાત જાણે એમ છે કે સાવરકુંડલા માનવ મંદિરેથી આજે ૯૬મી વ્યક્તિ સાજી થઈ..તા.૨૮.૯.૨૦૨૦ ના રોજ માંગરોળ પોલીસે *લિપિ* નામની મનોરોગી મહિલાને દાખલ કરેલી.. જે આજે તા.૨૪.૧૦.૨૦૨૧ નારોજ માંગરોળ પોલીસે પશ્ચિમ બંગાળનો સંપર્ક કરાવી આજે તેની માતા અને ભાઈ તેડવા આવ્યા…  અને આમ એક માનસિક રુગ્ણ વ્યક્તિ સાજી પણ થઈ અને પોતાના પરિવાર સાથે પુનઃ મિલન થયું..એનું એંશી ટકા શ્રેય આ માનવમંદિરનાં ફાળે જાય છે એમ કહીએ તો અતિશયોક્તિ નહીં ગણાય.. સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ સ્થિત માનવમંદિરના હરિના બાળકો સાથે પૂ. ભક્તિરામ બાપુ પોતાનું સમગ્ર આયખું ગાળી રહ્યા છે. બસ બીજાનાં દુખ દૂર કરી તેને માનસિક અને શારીરિક રીતે સંપૂર્ણ સ્વસ્થ કરવા અને આ દેશની આઝાદ હવામાં પોતાના સ્વજનો સાથે સુમેળ કરાવી તેનાં સંસારને સુવર્ણમય બનાવવો એ જ ઉદ્દેશ સાથે આ હરિના બાળકોને માનસિક સ્વસ્થતા રૂપી  મોતીની માળામાં પરોવી પોતે આનંદની  દિવ્ય અનુભૂતિ કરતાં જોવા મળે છે. આમ તો સામાન્ય રીતે કોઈ સામાન્ય જન આવી પરિસ્થિતિમાં ભાંગી પડે પરંતુ આ તો માનવમંદિરનાં ભક્તિરામ બાપુ એક સાચાં સંત એટલે માત્ર ઈશ્ર્વરમાં ભરોસો રાખી પોતાનું નિષ્કામ કર્મ કરતાં જોવા મળે છે. એની આ સમાજસેવા પણ ખૂબ સહજ ભાવે કરતાં જોતાં મુખમાંથી એક ઉદગાર તો સ્પષ્ટ નીકળે કે હરિના બાળકોને પોતાનાં સંતાનોની માફક પિતાતુલ્ય વાત્સલ્ય અને માતાતુલ્ય પ્રેમનો અખૂટ ભંડાર પોતાના આ હરિના બાળકો પર અહર્નિશ વરસાવી પોતાનો સેવા યજ્ઞ અહર્નિશ પ્રદિપ્ત રાખે છે આવાં સંતતુલ્ય મહામાનવને શત શત નમન.

બિપીન પાંધી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/