fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં દિવાળીનાં દિવસો શરૂ થાય તે પૂર્વે કબાડીનાં ધંધામાં તેજી જોવા મળે છે. લોકો આ દિવાળીનાં પર્વ નિમિત્તે પોતાના ઘર ઓફિસ કે દુકાનમાં સાફસૂફી દરમિયાન બિનજરૂરી ચીજવસ્તુઓ કબાડીને આપી દેતાં હોય છે..

જેમ ઘર ઓફિસને દિવાળી પૂર્વે સાફ કરીને સ્વચ્છ કરીએ, મનની કલુષિતતા પણ આ દરમિયાન દુર થાય તો જ સાચી દિવાળી..      આમ તો દિવાળી એટલે પ્રકાશનું પર્વ પણ દિવાળી સાથે સાથે એ પાંચ દિવસનાં તહેવારો આજે પણ લોકો ભારે ઉમળકાભેર ઉજવતાં જોવા મળે છે. આમ તો દિવાળી પૂર્વે લોકો પોતાના ઘરની સાફ સફાઈ કે રંગ રોગાન રોશની કરતાં હોય છે. આ દિવાળીનાં દિવસો આમ તો બારશથી પૂર્ણ રીતે શરૂ થતાં હોય છે પરંતુ એ પહેલાં જ સમગ્ર ઘરને ઝાપટી ઝૂંપટીને ઘરમાં રહેલો તમામ બિનજરૂરી ચીજવસ્તુઓ, પસ્તી, ભંગાર વગેરે લોકો બહાર કાઢી અને ભંગારવાળા કબાડીને આપી દેતા જોવા મળે છે. નવે નાકે દિવાળી એમ બિનજરૂરી વિચારો અને ચીજવસ્તુઓને તિલાંજલિ આપીને લોકો નવાં વિચારો અને નૂતન વર્ષના પ્રારંભે એક નવી દ્રષ્ટિ અને દિશા સાથે સૌનું શુભ અને મંગલ થાય એ કામનાઓ સાથે નવા ઉમંગ ઉત્સાહ સાથે ભૂતકાળને ભોંમાં ભંડારીને એક નવી ચેતના સાથે જીવનની શરૂઆત કરતાં જોવા મળે છે. આ સંદર્ભે આજરોજ સાવરકુંડલા શહેરમાં પણ ઘરસફાઈ અને પોતાની દુકાન કે ઓફિસને સાફસૂફ કરી ભંગાર અને બિનજરૂરી વસ્તુઓ કબાડીને આપતાં હાલના સમયમાં કબાડીનાં ધંધામાં તેજી જોવા મળે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/