fbpx
અમરેલી

તંત્રના વર્ગ-૨ના ૧૮ અધિકારીશ્રીઓની ચૂંટણીલક્ષી કામગીરી માટે ખાસ નિમણુંક

તાજેતરમાં અમરેલી ચૂંટણી શાખા દ્વારા જિલ્લાના તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ, સમાજ સુરક્ષા અધિકારીશ્રી, રિસર્ચ ઓફિસરશ્રી જેવા જિલ્લાના વહીવટી તંત્રના વર્ગ-૨ના ૧૮ અધિકારીશ્રીઓની ચૂંટણીલક્ષી કામગીરી માટે સહાયક મતદાર નોંધણી અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવી છે. જેના અનુસંધાને આજે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં અધિકારીશ્રીઓ માટે ખાસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે મતદાર નોંધણી પ્રક્રિયા માટે ગૃહકાર્ય અત્યંત જરૂરી છે. આગામી નવેમ્બર માસના ખાસ ઝુંબેશોના દિવસો પૂર્વે દરેક મતદાર નોંધણી અધિકારીશ્રીએ પોતાના વિસ્તારની પૂરતી જાણકારી મેળવી વિશ્લેષણ કરવું જોઈએ. અમરેલી જિલ્લાના ઘણા વિસ્તારના લોકો જિલ્લાની બહાર વસવાટ કરતા હોવાથી નોંધણીની પ્રક્રિયા થોડી જટિલ રહે છે પરંતુ જો વ્યવસ્થિત એક્શન પ્લાન બનાવવામાં આવે તો ૧૦૦% સિદ્ધિ મેળવી શકાય છે.

વધુમાં કલેક્ટરશ્રીએ પોતાના અનુભવો શેર કરી મતદાર નોંધણીની પ્રક્રિયામાં પડતી મુશ્કેલીઓ અને એના નિરાકરણ માટે લેવામાં આવેલા પગલાંઓ અંગે વિસ્તૃતમાં ચર્ચા કરી ઉપસ્થિત અધિકારીશ્રીઓને માર્ગદર્શન પૂરું પાડી વધુમાં વધુ મતદારોની નોંધણી થાય એ દિશામાં અત્યારથી કાર્ય શરુ કરી દેવા સૂચના આપી હતી.

તાલીમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ડી. વી. વિઠલાણીએ ઉપસ્થિત અધિકારીશ્રીઓને વિવિધ ચૂંટણીલક્ષી નિયમોથી અવગત કરી આગામી નવેમ્બર માસમાં ચાર દિવસોએ યોજાનાર ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્મ વધુમાં વધુ નોંધણી કરાવવા અપીલ કરી હતી.

નોંધનીય છે કે આગમી નવેમ્બર માસની ખાસ ઝુંબેશના દિવસોએ સબંધીત બીએલઓ જે તે વિસ્તારના મતદાન મથક ખાતે તા. ૧૪ના રવિવારે, તા.૨૧ના રવિવારે, તા.૨૭ના શનિવારે અને તા.૨૮ના રવિવારે રોજ ઉપસ્થિત રહેશે. નાગરીક ઓનલાઈન માધ્યમથી www.nvsp.in અથવા Voter Helpline Application (Android-ios) પણ ફોર્મ નં.૬ ભરી શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/