fbpx
અમરેલી

કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ

જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા અન્વયે જિલ્લાના તમામ મતદાર નોંધણી અધિકારીશ્રી તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી. કલેક્ટરશ્રીએ સમગ્ર નવેમ્બર માસ દરમિયાન યોજનાર મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરાવવા તાકીદ કરી હતી. આ અંગે જરૂરી સૂચનો આપી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ડી.વી. વિઠલાણી, પ્રાંત અધિકારી શ્રી સી. કે. ઉંધાડ, ચૂંટણી મામલતદાર સુશ્રી આરજૂ ગજ્જર અને ચૂંટણીની કામગીરી માટે ખાસ નિમણુંક પામેલા વર્ગ ૨ ના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લાના દરેક તાલુકા મથકોએથી વેબકાસ્ટના માધ્યમથી ચૂંટણી તંત્રના અધિકારીકર્મચારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ચાલુ નવેમ્બર માસની ખાસ ઝુંબેશના દિવસોએ સબંધીત બીએલઓ જે તે વિસ્તારના મતદાન મથક ખાતે તા. ૧૪ના રવિવારે, તા.૨૧ના રવિવારે, તા.૨૭ના શનિવારે અને તા.૨૮ના રવિવારે રોજ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત નાગરીક ઓનલાઈન માધ્યમથી www.nvsp.in અથવા Voter Helpline Application (Android-ios) પણ ફોર્મ નં.૬ ભરી શકે છે. આ ખાસ ઝુંબેશના દિવસોમાં વધુમાં વધુ યુવાઓ, મહિલાઓ અને દિવ્યાંગજનો ભાગ લે તેવી વહીવટી તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/