fbpx
અમરેલી

ખાંભાનાં મોભનેશ ખાતે આસ્‍થાભેર શિવ પુરાણ યોજાયું

ખાંભાના મોભનેશ ખાતે મકવાણા પરિવારના નાગજણદાદાના સ્‍થાનક ધાતરવડ ધામ મુકામે આયોજિત શિવ પુરાણમાં માનવ મહેરામણ ઉમટયો.

વિર માંગડાવાળા દાદાની જુની નગરી એવા ધાતરવડ ખાતે તમામ વર્ણના સુરાપુરા દાદાના સ્‍થાનકો આવેલા છે. તે પાવન સ્‍થળે લુહાર સમાજના મકવાણા પરિવારના નાગાજણ દાદાના સ્‍થાનકે રવિરામ બાપુ રાભડાવાળાની સંગીતમય શૈલીમાં શિવ કથામાં કરાતા રસપાનમાં તા.10ના રોજ પ્રસંગો અનુરૂપ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું અને સામાજિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ.

સ્‍વ. દુર્લભજીભાઈ તથા સ્‍વ. ચંપાબેન તથા સ્‍વ. પુષ્‍પાબેન મકવાણાના મોક્ષાર્થે મકવાણા પરિવાર દ્વારા આયોજિત શિવ મહાપુરાણનું લુહારવનમાળીભાઈ દુર્લભજીભાઈ મકવાણા દ્વારા કરાયેલ આયોજન અવસરે તા.10ના રોજ શિવ પાર્વતી વિવાહ પ્રસંગે શિવજીની જાનમાં ભૂતોની વેશભૂષા સાથે જાનૈયાઓ સાથે વાજતે ગાજતે મંડપમાં પધારેલ શિવ પાર્વતીના લગ્નમાં સાવરકુંડલાના જીતુભાઈ વનમાળીભાઈ અને તેમના પત્‍નિ દક્ષાબેન પ્રતિકાત્‍મક વિવાહ કરેલ.

આ અવસરે આયોજક પરિવાર તરફથી ખાંભાના અતિત સાધુ અરવિંદગીરી ભીખુગીરીભાઈના લાડલી દીકરી ચિ. નિધિબેનના શુભ લગ્ન પણ કરાવવામાં આવેલા. લગ્ન મંડપમાં વિદ્યાનગર નિવાસી રીટાબેન જીતેન્‍દ્રકુમારે કન્‍યાદાન કરી ચિ. નિધિને સોનાની બુટી તથા કરિયાવર તથા રૂા. પ1 અર્પણ કરવામાં આવેલ.

રવીરામ બાપુ હરીયાણી દ્વારા સંગીતમય શૈલીમાં શિવ કથામાં પધારેલા ખાંભાના મામલતદાર બારૈયા, ટી.ડી.ઓ. ભટ્ટ, આર.એફ.ઓ. રાજલબહેન પાઠક, આરટીઆઈ કાર્યકર ભીખુભાઈ બાટાવાળા, સરપંચ અમરીશ જોશી, તા.પં. સભ્‍ય હમીરભાઈ ભરવાડ સહિતના અગ્રણીઓને શાલ ઓઢાડી શિલ્‍ડ અર્પણ કરેલ.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભીખાભાઈ મકવાણા, નરેશભાઈ મકવાણા, વનમાળીભાઈ મકવાણા, સાવરકુંડલા તથા મનિષભાઈ મકવાણા, જીતુભાઈ મકવાણા તથા મકવાણા પરિવારના સભ્‍યોએ ભારે જહેમત ઉઠાવેલ. શિવ મહાપુરાણ કથામાં સ્‍ટેજ સંચાલન રાજુભાઈ હરિયાણીએ કરેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/