નેશનલ યુથ એવોર્ડ માટેની અરજી ૧૯ નવેમ્બર સુધીમાં કરવાની રહેશે
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા વર્ષ-૨૦૧૯-૨૦નાં “નેશનલ યુથ એવોર્ડ” માટેની અરજી તા.૦૫-૧૧-૨૦૨૧ થી તા.૧૯-૧૧-૨૦૨૧ સુધીમાં દર્શાવેલ mygov portal ની લીંક https://innovate.mygov.in/national-youth-award-2020/ ઉપર મંગાવવામાં આવેલ છે. આ એવોર્ડનો ઉદેશ્ય ૧૫ થી ૨૯ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવાઓ ને તથા સેવાભાવી સંસ્થાઓને રાષ્ટ્રના વિકાસમાં, સમાજ સેવામાં, યુવાઓ માટેની પ્રવૃતિઓ, શોધ અને સંશોધન, સાંસ્કૃતિક વારસો, માનવાધિકારના પ્રચાર, કલા ને સાહિત્ય, પ્રવાસન, પરંપરાગત ઔષધી, જાગૃત નાગરિકતા, સામુદાયીક સેવા, રમત ગમત અને શૈક્ષણિક શ્રેષ્ઠતા તથા સ્માર્ટ લર્નિગ ક્ષેત્રે અભૂતપૂર્વ કામ કરનાર યુવક-યુવતીઓને પ્રતિ વર્ષ નેશનલ યુથ એવોર્ડ આપવામાં આવે છે.
આ એવોર્ડ અંગેના ફોર્મ લાયકાત ધરાવનાર ઉમેદવારોએ આપેલ સમય અર્યાદામાં આપેલ વેબ પોર્ટલ ઉપર બારોબાર પોતાની અરજીઓ મોકલી આપવા જિલ્લા યુવા વિકાસ અધિકારી જિલ્લા રમત ગમત કચેરી અમરેલીની યાદીમાં જણાવ્યું છે.
Recent Comments