fbpx
અમરેલી

અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાના પ્રયાસોથી સિંચાઈ વિભાગે સાવરકુંડલા તાલુકાના હાથસણી ગામના ખેડૂત ખાતેદારોને રૂા. ૧પ લાખ ૮૮ હજારનું વળતર ચુકવ્યુ


ગત વષેૅ શેલ દેદુમલ ડેમ સંપૂણૅ સપાટીએ ભરાતા આસપાસના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને નુકશાન થયેલ હતું.

અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાના પ્રયાસોથી સિંચાઈ વિભાગ તરફથી સાવરકુંડલા તાલુકાના હાથસણી ગામના સાત ખેડૂત ખાતેદારોને રૂા. ૧પ લાખ ૮૮ હજાર નું વળતર ચુકવવામાં આવેલ છે. પ્રાપ્ત વિગતોનુસાર ગત વષેૅ પડેલ પુષ્કળ વરસાદના લીધે શેલ દેદુમલ ડેમાં પાણીની વ્યાપક આવક થતા ડેમ સંપૂણૅ સપાટીએ ભરાતા હાથસણી ગામના સાત જેટલા ખેડૂત ખાતેદારોના ખેતરોમાં ઉભા પાકને નુકશાન પહોચેલ હતુ. સદર બાબતે ખેડૂત ખાતેદારો દ્વારા સ્થાનિક સિંચાઈ વિભાગના અધિકારીઓને અનેકવાર અરજીઓ આપવા છતા ખેડૂતોને થયેલ નુકશાનનું વળતર ન મળતા આ ખેડૂત ખાતેદારો સાંસદશ્રી સમક્ષ પોતાની રજૂઆત લઈ પહોચ્યા હતા.
સાંસદશ્રી સમક્ષ રજૂઆત થતા સાંસદશ્રીએ તાત્કાલીક આ પ્રશ્ન જીલ્લા સંકલન અને ફરીયાદ નિવારણ બેઠકમાં લેતા સિંચાઈ વિભાગ તરથી ચેક તા. ૪/૧૦/ર૦ર૧ થી હાથસણી ગામના ખેડૂત ખાતેદારો શ્રી ગોકળભાઈ પોપટભાઈ દેવાણી ને રૂા. ર,૩૬,૦૭૯/–, શ્રી જયસુખભાઈ પ્રાગજીભાઈ સુતરીયાને રૂા. ર,૩૧,૪૩૦/–, શ્રી મનુભાઈ પ્રેમજીભાઈ સુતરીયાને રૂા. ર,૮૩,રપર/–, શ્રી સાકરબેન બાબુભાઈ બુહાને રૂા. ૬,૧૩,૧૩૮/ –, શ્રી વિઠલભાઈ બાબુભાઈ બુહા ને રૂા. ૧,૩૭,પ૩૮/–, શ્રી કંચનબેન વિઠલભાઈ બુહાને રૂા. ર૮,૬ર૭/– અને શ્રી વિઠલભાઈ બાબુભાઈ બુહાને રૂા. પ૭,૯૪ર/– એમ કુલ ૧પ,૮૮,૦૦૬/– (અંકે પંદર લાખ અઠયાસી હજાર છ પુરા) વળતર ચુકવવામાં આવેલ હોવાનું જણાવેલ છે.

Follow Me:

Related Posts