fbpx
અમરેલી

અમરેલીમાં રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્‍ટ દ્વારા પંચામૃત કાર્યક્રમ યોજાયો

અમરેલી રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્‍ટ ઘ્‍વારા આદર્શ લગ્ન, ડીરેકટરી વિમોચન, સમાજનાં આગેવાનોનું સન્‍માન સહિતના પંચામૃત કાર્યક્રમનું આયોજન અત્રેની કપોળ મહાજન વાડી ખાતે યોજાયું હતું. આ પ્રસંગે રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્‍ટ ઘ્‍વારા વિવિક સેવાકીય પ્રવૃત્તિઓ વિષે આગેવાનોએ જણાવી માત્ર રૂા. 1 નાં ટોકન દરથી આદર્શ લગ્ન, જરૂરિયાતમંદ જ્ઞાતિબંધુને ઘરે બેઠા ટીફીન સેવા જેવા માનવીય સેવાનું કામની નોંધ લેવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્‍લા ભાજપનાં પૂર્વ પ્રમુખ અનેરઘુવંશી રત્‍ન ડો. ભરતભાઈ કાનાબાર, શહેર ભાજપનાં પ્રમુખ અને લોહાણા મહાજનનાં ઉપપ્રમુખ ભાવેશભાઈ    સોઢા, ડીસ્‍ટ્રીકટ ચેમ્‍બર્સનાં સંજયભાઈ વણઝારા, ડો. ધર્મેશભાઈ ઠકકર, મનિષભાઈ મોરઝરીયા, લાલજીભાઈ સેલાણી, મહેશભાઈ નગદીયા, અતુલભાઈ વસાણી તથા અમરેલી નગર શિક્ષણ સમિતિનાં ચેરમેન તુષારભાઈ જોષી, સંજયભાઈ રામાણી, રાજેશ માંગરોળીયા સહિતનાં આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા. કાર્યક્રમની પૂર્વે રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્‍ટનાં મેને. ટ્રસ્‍ટી પ્રફુલભાઈ બાંટવીયા તથા ટ્રસ્‍ટી મંડળ ઘ્‍વારા મહેમાનોનું સ્‍વાગત તથા પ્રભુતામાં પગલા પાડનાર ત્રણ નવદંપતિને આશીર્વાદ પાઠવી નવદંપતિના હસ્‍તે દીપ પ્રાગટય કરવામાં આવ્‍યું હતું.

Follow Me:

Related Posts