fbpx
અમરેલી

રાજકીય પક્ષોએ પ્રચારના વાહનો ચૂંટણી અધિકારી સમક્ષ રજીસ્‍ટર કરાવવાના રહેશે

આગામી ગ્રામ પંચાયતોની ચૂંટણીના અનુસંધાને પ્રચાર અભિયાનરૂપે રાજકીય/બિનરાજકીય પક્ષના કાર્યકરો અને ચૂંટણી ઉમેદવારો તરફથી પોતપોતાના મત વિસ્‍તારોમાં ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવેલ છે. પ્રચારના હેતુ માટે તેઓ દ્વારા કે તેઓની સહમતિથી બીજા કોઇ વ્‍યક્તિ દ્વારા પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે, આવા વાહનો પર દેખરેખ રાખવા અને ઉમેદવારોના પ્રચાર માટે વપરાતા વાહનોના સંબંધમાં થતો ખર્ચ યોગ્‍ય રીતે જાહેર થાય તે હેતુથી અને જો આમ ન કરવામાં આવે તો તેમના પ્રતિસ્‍પર્ધી ઉમેદવારો તથા જનસામાન્‍ય તરફથી ફરિયાદો ઉપસ્‍થિત થવા અને એકબીજા જુથો વચ્‍ચે મનદુઃખ અને ઘર્ષણ ઉભુ થવાની સંભાવના તેમજ સુલેહશાંતિનો ભંગ થવા સંભવ રહે છે. આથી અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ શ્રી આર. વી. વાળા દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની (૧૯૭૪નો બીજો અધિનિયમની) કલમ-૧૪૪ અન્વયે જાહેરનામુ ફરમાવેલ છે.

કોઇપણ રાજકીય પક્ષો કે બિનરાજકીય પક્ષો તેમના ઉમેદવારો કે તેની સહમતિથી બીજા કોઇ વ્‍યક્તિ દ્વારા ચૂંટણી પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવે તેવા તમામ વાહનો ચૂંટણી ઉમેદવારે તેમના ચૂંટણી અધિકારીશ્રી પાસે આવા વાહનો રજીસ્‍ટર કરાવવાના રહેશે. રજીસ્‍ટર કરાયેલ વાહનની પરમિટ તેમના પાસેથી મેળવી, અસલ પરમિટ જ વાહનની ઉપર સહેલાઇથી દેખાઇ આવે તે રીતે વિન્‍ડસ્‍ક્રીન પર ચોંટાડવાની રહેશે. કોઇપણ સંજોગોમાં પરમીટની ફોટોકોપી ચાલશે નહિ. ઉપરાંત પરમીટ મેળવ્યા સિવાય અને વાહન રજીસ્‍ટર કરાવ્‍યા સિવાય કોઇપણ વાહનોનો ચૂંટણીપ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહિ. આ નિયંત્રણો યાંત્રિક શક્તિ કે અન્‍ય રીતે ચાલતા તમામ વાહનોને લાગુ પડશે. હુકમનો અમલ અમરેલી જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા સુધી કરવાનો રહેશે. હુકમનું ઉલ્‍લંઘન કરનાર કે ઉલ્‍લંઘન માટે મદદ કરનાર શખ્‍સ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/