fbpx
અમરેલી

મતદાનના દિવસે મતદાન મથકની ૧૦૦ મીટરની ત્રિજયામાં અનઅધિકૃત વ્યકિતએ પ્રવેશ કરવા પર પ્રતિબંધ

અમરેલી જિલ્લામાં યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે ચૂંટણી યોજાય તે માટે મતદાનના દિવસે સુલેહ, શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ પ્રતિબંધાત્મક આદેશો ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.

આ જાહેરનામામાં દર્શાવ્યા મુજબ મતદાન મથકની અંદર તથા મતદાન મથકથી ૧૦૦ મીટરના અંતરમાં આવેલ વિસ્તારમાં કોઈપણ વ્યકિતએ મત માટે પ્રચાર કરવા પર, મતદારોને ધાક– ધમકી આપીને કે રંજાડીને મતદાન કરવા જતા અટકાવવા પર, કોઈપણ મતદારને મત આપવા આગ્રહ પૂર્વક વિનંતી કરવા પર, અમુક ઉમેદવારોને મત ન આપવા માટે મતદારોને સમજાવવા પર, ચૂંટણીને લગતી(સરકારી નોટીસ સિવાયની) કોઈ નોટીસ કે નિશાની પ્રદર્શિત કરવા પર, સેલ્યુલર, મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ અને અન્ય વિજાણુ સંદેશા વ્યવહારના સાધનો લઈ જવા પર, વાહનો સાથે ૧૦૦ મીટરની હદમાં પ્રવેશ કરવા પર, મતદાન મથકમાં મતદાન માટે આવેલ મતદાર, ઉમેદવાર તથા ચૂંટણી પંચે અધિકૃત કરેલ વ્યકિત સિવાયની વ્યકિતએ પ્રવેશ કરવા ઉપર, રાજકીય પક્ષોના પ્રતીકો કે ઉમેદવારોના પ્રતીકો લાવવા કે નિશાનીઓ રાખવા ઉપર, કોઈપણ પક્ષના ચિન્હોવળી સ્લીપો વેચવા ઉપર તથા મતદાન સમય દરમિયાન મતદાન એજન્ટોને મતદાર યાદી મતદાન મથકની ભાર લઇ જવા જેવા કૃત્યો પર પ્રતિબંધ ફરમાવેલ છે.

મતદાન મથકમાં પ્રવેશવા માટે મતદારોએ એક લાઈનમાં ઊભા રહેવાનું રહેશે. પુરુષ મતદારો, સ્ત્રી મતદારો તથા દિવ્યાંગ કે વરિષ્ઠ નાગરિકો એ અલગ અલગ હરોળમાં ઊભા રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. મતદારોએ મતદાન મથકમાં એક પછી વારાફરતી ક્રમમાં પ્રવેશવાનું રહેશે. મતદારોએ મત આપ્યા બાદ તુરત જ મતદાન મથક છોડી દેવાનું રહેશે તેમજ કોરોના વાયરસની અટકાયતના ભાગરૂપે બે વ્યક્તિઓ વચ્ચે ઓછામાં ઓછું ૬ ફૂટ નું અંતર રાખવાનું રહેશે તેમજ સરકારની કોવિડ-૧૯ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. કાયદો અને વ્યવસ્થાના ઇનચાર્જ અધિકારીશ્રીઓ અને મતદાન મથક નજીક ફરજ ઉપર મુકેલ સલામતી કર્મચારીઓ તેમજ ચૂંટણી પરના અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓ આ હુકમમાં અપવાદ રહેશે. હુકમનો અમલ અમરેલી જિલ્લામાં મતદાન દિવસ પૂરતો કરવાનો રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/