fbpx
અમરેલી

અમરેલી ચૂંટણી તંત્ર દ્વારા શૈક્ષણિક સંકુલોમાં ખાસ કેમ્પનું આયોજન કરાયું

અમરેલી ચૂંટણી તંત્ર દ્વારા વોટર હેલ્પલાઇન એપના માધ્યમથી મતદારોની નોંધણી સરળતા અને ઝડપથી થઇ શકે છે તે અંગેની માહિતી આપવા અમરેલી જિલ્લાની વિવિધ કોલેજો અને શૈક્ષણિક સંકુલોમાં ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં યુવા મતદારોને પ્રત્યક્ષ રીતે જોડી તેઓની નોંધણી કરાવવામાં આવી હતી.

નોંધનીય છે કે હાલ નવેમ્બર માસની ખાસ ઝુંબેશના દિવસો દરમિયાન સબંધીત બીએલઓ જે તે વિસ્તારના મતદાન મથક ખાતે તા. ૧૪ના રવિવારે, તા.૨૧ના રવિવારે ઉપસ્થિત રહીને મતદારયાદી સુધારણા ઝુંબેશમાં સહભાગી થયા હતા. આવતી તા.૨૭ના શનિવારે અને તા.૨૮ના રવિવારે પણ મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત નજીકના મથકોએ સુધારણા ઝુંબેશ શરૂ રહેશે. આ ઝુંબેશનો વધુમાં વધુ દિવ્યાંગ, મહિલા અને યુવા મતદારો મહત્તમ લાભ લેવા ચૂંટણી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. નાગરીક ઓનલાઈન માધ્યમથી www.nvsp.in અથવા Voter Helpline Application (Android-ios) પણ ફોર્મ નં.૬ ભરી શકે છે.

Follow Me:

Related Posts