fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત થયેલ કામગીરીની રોલ ઓબ્ઝર્વર હર્ષદ પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ

સમગ્ર અમરેલી જિલ્લામાં તા. ૦૧/૧૧/૨૦૨૧ થી તા ૩૦/૧૧/૨૦૨૧ સુધીના સમયગાળા દરમિયાન મતદાર યાદી ખાસ  સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાલમાં ચાલી રહ્યો છે. જેમાં કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા અંગે અમરેલી જિલ્લાની મુલાકાતે આવેલ ઇલેકટોરલ રોલ ઓબ્ઝર્વર શ્રી હર્ષદ પટેલની અધ્યક્ષતામાં અને જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં ચુંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલ ચુંટણી અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા કરતા રોલ ઓબ્ઝર્વરશ્રીને ફોર્મ નંબર ૬ની અરજીઓ,  ફોર્મ નંબર ૭ની અરજીઓ, ફોર્મ નંબર ૮ની અરજીઓ તેમજ ફોર્મ નંબર ૮કની અરજીઓ કેટલી મળી છે. તેની થયેલ કામગીરીની વિગતો પ્રેઝન્ટેશન દ્વારા જિલ્લા નાયબ ચુંટણી અધિકારીશ્રી ડી.વી. વિઠલાણીએ રજુ કરી હતી. રોલ ઓબ્ઝર્વરશ્રીએ ચુંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલ ચુંટણી અધિકારીશ્રીઓ સાથે ચર્ચા વિચારણા કરી જરૂરી સલાહ સુચન સાથે રચનાત્મક માર્ગદર્શન આપી જિલ્લામાં ચાલી રહેલ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમને વધુમાં વધુ અસરકારક બનાવી ખાસ ઝુંબેશના ભાગ રૂપે લઇ વધુમાં વધુ યુવાન મતદારો પોતાની મતદાર તરીકે નોંધણી કરાવવા ફોર્મ નંબર ૬ ભરે તેવો અનુરોધ કર્યો હતો. તેમજ બુથ લેવલ ઓફિસરશ્રીઓ દ્વારા મતદાન મથકો ખાતે હક્ક-દાવાઓ અને વાંધા અરજીઓનો સ્વીકાર કરવામાં આવે તેના થકી આ કાર્યક્રમને અસરકારક બનાવવા માટે ઉપસ્થિત  અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી. અધિકારીશ્રીઓની બેઠક બાદ રોલ ઓબ્ઝર્વરશ્રીએ અમરેલી જિલ્લાના રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓ સાથે બેઠક યોજી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/