fbpx
અમરેલી

જાળીયા અને કેરાળા ખાતે રોગચાળાને નિયંત્રણમાં લાવવા આરોગ્ય તંત્રની ટીમો સફળ

અમરેલી તાલુકાના જાળીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના ગામોમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એચ.પટેલ તેમજ તાલુકા હેલ્થ ઓફીસરશ્રી ડો. સિન્હા તથા મેડિકલ ઓફીસર અને આયુષ મેડીકલ ઓફીસર અન્ય આરોગ્યકર્મીઓ દ્વારા જાળીયા અને કેરાળા ખાતે વાહકજન્ય રોગચાળો અટકાવવા ગામમાં તાવના કેસો અને ચિકનગુનીયાના શંકાસ્પદ કેસો આવતા આરોગ્યની ટીમો સઘન ડોર ટુ ડોર સર્વે કામગીરી અને પોરાનાશક કામગીરી કરી રોગચાળાને સંપૂર્ણપણે નિયંત્રણમાં લાવવા સફળ બની છે.

ડોર ટુ ડોર સર્વે કામગીરી અંતર્ગત જાળીયાના ૬૧૫ જેટલા ઘરો અને કેરાળાના ૧૪૬ જેટલા ઘરોની સમયાંતરે મુલાકાત લેવામાં આવી હતી. આરોગ્યકર્મીઓએ જાળીયામાં ૬૮૮૫ પાત્રોની ચકાસણી કરી હતી. જેમાંથી ૧૪૬ જેટલા ઘરોમાં મચ્છરોનું બ્રીડીંગ જોવા મળતા ૧૭૧ જેટલા પાત્રો ખાલી કરાવી ૮૦ જેટલા નકામા પાત્રોનો નીકાલ કરવામા આવ્યો હતો. આરોગ્યકર્મીઓ દ્વારા નોંધાયેલા ડેંગ્યુ અને ચિકનગુનીયાના કેસો વાળા ઘરોની આજુબાજુના વિસ્તારોમાં સમયાંતરે ફોંગીંગ કામગીરી તથા ગામમાં બે વાર સ્ટ્રીટ ફોંગીંગ કામગીરી કરવામા આવી છે. હાલ ડોર ટુ ડોર સર્વેલંસ કામગીરી ચાલુ છે. જાળીયામાં તાવ અને તાવ સાથે સાંધાના દુઃખાવા વાળા કેસ સામાન્ય છે.

તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવતા ગ્રામજનોએ પણ ઘરોમાં ભરેલા ચોખ્ખા પાણીના પાત્રો ઢાંકીને રાખવા, ફ્રીજ ની ટ્રે, પાણીના કુંડા, નિયમીત સાફ સફાઈ કરી તંત્રને સહભાગી બન્યા હતા. આરોગ્ય તંત્રના કર્મીઓની કામગીરી અને ગ્રામજનોની જાગૃતતા જાળીયા ગામે છેલ્લા ૧૫ દિવસમાં એક પણ મલેરીયા, ડેંગ્યુ કે ચિકનગુનીયાના કંફર્મ કેસ નોધાયેલ નથી. કેરાળા ગામમાં પણ છેલ્લા ૧ માસ થી એક પણ મલેરીયા, ડેંગ્યુ કે ચિકનગુનીયાનો એકપણ કંફર્મ કેસ નોંધાયેલ નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/