fbpx
અમરેલી

છેલ્લાં એક વર્ષથી અમરેલી જીલ્લા જેલ માંથી વચગાળાના જામીન રજા પરથી ફરાર થયેલ લીસ્ટેડ કેદીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ* નાઓ દ્રારા આગામી ગુજરાત રાજયની ગ્રામ પંચાયતોની સામાન્‍ય/ વિભાજન/ મધ્‍યસત્ર/ પેટા ચુંટણીઓ અનુસંધાને તટસ્થ, ન્યાયિક અને પારદર્શક રીતે ચૂંટણી પ્રક્રિયા યોજાય, અને આમ જનતા ભય મુક્ત વાતાવારણમાં રહી શકે તે હેતુથી જીલ્લામાં બનતા ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ જેલમાંથી પેરોલ, ફર્લો, વચગાળાના જામીન રજા પરથી ફરાર/ભાગેડુ કેદીઓ તથા રાજયના નાસતા ફરતા આરોપીઓને પકડવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે *પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. શ્રી આર.કે.કરમટા સાહેબ* ના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી એ.એસ.આઇ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા, હરેશભાઇ વાણીયા તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી, જનકભાઇ કુવાડીયા નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે અમરેલી જીલ્લા જેલના કાચા કામના ફરાર લીસ્ટેડ આરોપીને અમરેલી, થી પકડી પાડેલ *પકડાયેલ કેદી :-*➡️ *ફરાર કાચા કેદી નં.૧૦૬ દશરથભાઇ અમેનસિંગ વાસ્કેલા ઉ.વ.-૨૫ ધંધો-મજુરી રહે.ઉબલોડ તા.જોબટ જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) હાલ રહે. ગોરડકા ઠે. મનુભાઇ ચાંદુ ની વાડીએ તા.સાવરકુંડલા જી.અમરેલી* વાળો તા.૦૯/૧૨/૨૦૨૧ ના રોજ અમરેલી થી મળી આવતાં મજકુર આરોપીને કોરોના વાયરસ સબબ ટેસ્ટ કરાવવી અમરેલી જીલ્લા જેલમાં કેદ રહેવા સોંપવા આપવા તજવીજ કરવામાં આવી. *વિગત:-*  મજકુર કેદી અમરેલી જીલ્લા જેલમાં મોટર સાયકલ ચોરી  ના ગુન્હામાં કાચા કામના કેદી તરીકે કેદ હોય અને હાલ વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ (Covid-19) સબબ નામદાર સુપ્રિમ કોર્ટના સુઓમોટો રીટ પીટીશન નં.૦૧/૨૦૨૦ અન્વયે નામ.ગુજરાત હાઇકોર્ટ હાઇ-પાવર કમીટી નાઓ દ્રારા મજકુર કેદીને વચગાળાના જામીન રજા પર તા.૨૮/૦૩/૨૦૨૦ ના દિન-૯૦ માટે મુકત કરવામાં આવેલ જેમાં સમયઅંતરે વધારો કરી કેદીને તા.૦૧/૦૧/૨૦૨૧ ના અમરેલી જીલ્લા જેલમાં ખાતે હાજર થવાનું હોય પરંતુ મજકુર આરોપી હાજર થયેલ નહી અને તા.૦૧/૦૧/૨૦૨૧ થી ફરાર થયેલ   *આમ, મ્હે.પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ નાઓની સુચના મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. શ્રી આર.કે.કરમટા સાહેબ ના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્ટાફ દ્રારા અમરેલી જીલ્લા જેલ માંથી વચગાળાના જામીન રજા પરથી ફરાર થયેલ લીસ્ટેડ આરોપીને પકડી પાડી અમરેલી જીલ્લા જેલમાં કેદ રહેવા સોંપી આપેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/