fbpx
અમરેલી

ખાંભાનાં રબારીકા ગામે કૃભકો તરફથી જૈવિક પ્રવાહી કલ્‍ચર પ્રમોશન ઝુંબેશનો પ્રારંભ

ખાંભા તાલુકાના રબારીકા ગામે કૃષક ભારતી કો-ઓપરેટીવ લી. (કૃભકો) અને રબારીકા સેવા સ. મંડળીના સંયુકત ઉપક્રમે જૈવિક પ્રવાહી કલ્‍ચર પ્રમોશન ઝુંબેશ કાર્યક્રમ સાવરકુંડલા એ.પી.એમ.સી.ના ચેરમેન અને જિલ્‍લા ભાજપ કિસાન મોર્ચા મહામંત્રી દીપકભાઈ માલાણીના અઘ્‍યક્ષસ્‍થાને યોજાયો. જેમાં મુખ્‍ય મહેમાન તરીકે ખાંભા એ.પી.એમ.સી.ના ચેરમેન હરીભાઈ હીરપરા અને ડિરેકટરો તેમજ બહોળી સંખ્‍યામાં ખેડૂતો ઉપસ્‍થિત રહયા હતા. સૌ પ્રથમ ઉપસ્‍થિત મહેમાનોનું સ્‍વાગત કૃભકોના ફિલ્‍ડ ઓફિસર રાખોલીયાભાઈએ કરેલ. ત્‍યારબાદ કૃભકોના સિનિયર એરીયા મેનેજર ગેડીયાએ જૈવિક અને દેશી ખાતર બાબતે ખેડૂતોને વિસ્‍તૃત માહિતી આપી સાથે રાસાયણિક ખાતરોના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા અને પાક ઉપર થતી વિપરીત અસર બાબતે માહિતી આપી. ખાંભા એ.પી.એમ.સી.ના ચેરમેન હરીભાઈ હીરપરાએ પ્રાસંગિક પ્રવચનમાં કૃભકો તરફથી જૈવિક પ્રવાહી કલ્‍ચર પ્રમોશન ઝુંબેશ કાર્યક્રમ જમીનની ફળદ્રુપતા માટે ખૂબ જ જરૂરી અને સમયસરનું ગણાવીસરાહના કરી આવકારેલ.

આ કાર્યક્રમના અઘ્‍યક્ષ દીપકભાઈ માલાણીએ પોતાના પ્રવચનમાં જણાવેલ કે, રાસાયણિક ખાતરો ઉત્‍પાદન કરતી સહકારી સંસ્‍થા જ પોતાના ઉત્‍પાદિત ખાતરોનો મર્યાદિત ઉપયોગ કરવાની ઝુંબેશ કૃભકો જેવી સહકારી સંસ્‍થા જ કરી શકે. તેમ જણાવી કૃભકો રાષ્‍ટ્ર લેવલની એક ખેડૂતોની સહકારી સંસ્‍થા છે. જેમાં ગુજરાતની સહકારી મંડળીઓએ સભ્‍યપદથી તેને ઉભી કરવામાં પાયાની ભૂમિકા નિભાવેલ છે. તે ગૌરવની વાત છે. સાથે ભારત સરકાર ડી.એ.પી. યુરીયા પાછળ સંરક્ષણ બજેટથી વધારે કહેવાય એટલા નાણાં ખર્ચે છે. ફોસ્‍ફરીક એસીડ, પોટાશ, રોકફોસ્‍ફેટ જેવા રો-મટીરીયલ્‍સના આંતર રાષ્‍ટ્રીય ભાવ વધવાથી ડીએપી યુરીયાના ભાવ વધવા છતાં આ ભાવ વધારો ભારત સરકારે સબસીડીમાં વધારો કરીને ખેડૂતો પર આવવા દીધેલ નથી તેમ જણાવ્‍યું હતું. અંતમાં આભારવિધિ ખાંભા તાલુકાના સહકારી અગ્રણી અને માર્કેટયાર્ડ તથા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રેમજીભાઈ સેંજળીયાએ કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/