fbpx
અમરેલી

બાબરા માર્કેટિંગ યાર્ડમાં કપાસની ધૂમ આવક, એક દિવસમાં જ 22 હજાર મણ કપાસથી યાર્ડ ઉભરાયુંખેડૂતોને કપાસનો રૂ1800 થી 1950 સુધીનો ભાવ મળ્યો

અમરેલી જિલ્લામાં કપાસનું વાવેતર ખુબ થયુ હતું. ત્યારે હાલ માર્કેટિંગ યાર્ડમાં કપાસની ધૂમ આવક થઈ રહી છે. બાબરા માર્કેટિંગ યાર્ડમાં એક દિવસમાં જ 22 હજાર મણ કપાસની આવક થઈ હતી. જેને લઈ યાર્ડ કપાસથી છલકાયુ હોય તેવું જોવા મળ્યું હતું. આ વર્ષે કપાસના ભાવ પણ સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

અમરેલી જિલ્લામાં ખેડૂતો સૌથી વઘારે કપાસનું વાવેતર કરતા જોવા મળે છે. ત્યારે જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં કપાસની મબલક આવક જોવા મળી રહી છે. આ વર્ષે કપાસના ભાવ પણ સારા મળતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી.

આજે પણ અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં આવેલી માર્કેટીંગ યાર્ડમા કપાસની બમ્પર આવક જોવા મળી હતી. આજે બાબરાના માર્કેટીંગ યાર્ડમા 22 હજાર મણ કપાસની આવક થઈ હતી.

રવીવારની રજા બાદ આજે સોમવારે મોટી સંખ્યામાં ખેડૂતો બાબરા માર્કેટિંગ યાર્ડમાં કપાસ વેચવા માટે આવી પહોંચ્યા હતા. ખેડૂતોને કપાસનો રૂ1800 થી 1950 સુધીનો ભાવ મળ્યો હતો. જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. અમરેલી ઉપરાંત અન્ય આસપાસના જિલ્લામાથી પણ કપાસ વેચવા માટે ખેડૂતો બાબરા માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/