ધારીના ડાંગાવદર, ખારી, હડાળા ખાતે નવા સબ સેન્ટરના મકાન બનાવવા જમીનનું ભુમી પુજન કરાયું
અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત સમગ્ર જિલ્લામાં ૨૭ ડિસેમ્બરના કેટલાક મહત્વના કાર્યકમો યોજાયા હતા. વેકસીનેશન મેગા ડ્રાઇવ અંતર્ગત ૫૮૪૩ લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું હતું. નિરામય ગુજરાત અંતર્ગત જિલ્લાના આરોગ્ય કેન્દ્રો ખાતે ૬૧ જેટલા કેમ્પ યોજી ૨૭૦૮ લોકોનું સ્ક્રીનીંગ કરી ૨૧૨૩ લોકોના સીબીએસી ફોર્મ ભરવામાં આવ્યા હતા. તેમજ નિરામય ગુજરાત અંતર્ગત ૨૬૮ લોકોના હેલ્થ આઇ.ડી. કાર્ડ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ૧૨૩૧ કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા.
જિલ્લાના ૩૬૬ આરોગ્ય કેન્દ્રો ખાતે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શાંતાબા મેડીકલ કોલેજ ખાતે કેટરેક્ટ કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું. ધારીના ડાંગાવદર, ખારી, હડાળા ખાતે ધારાસભ્ય શ્રી જે. વી. કાકડીયા દ્વારા નવા સબ સેન્ટરના મકાન બનાવવા જમીનનું ભુમી પુજન કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા અર્બન હેલ્થ સેન્ટર વિસ્તારમાં દિન દયાળ કલીનીક શરૂ કરવામાં આવ્યું હતું. ધારી અને ખાંભા તાલુકાના મોબાઇલ હેલ્થ યુનિટ દ્વારા દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારના ગામો માટે આરોગ્યની સેવાઓ પુરી પાડવા ચાલુ કરવામાં આવેલ આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા જરૂરીયાતમંદ લાભાર્થીઓને પોષણકીટ વિતરણ કરવામાં આવ્યું હતું
Recent Comments