fbpx
અમરેલી

અમરેલી ખાતે સુશાસન સપ્તાહ નિમિત્તે શહેરી વિકાસ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં રોજગાર વિભાગ દ્વારા કાર્યક્રમ યોજાયો

મહાનુભાવો દ્વારા એપ્રેન્ટિસ યોજનાના કરારપત્રો, રોજગાર નિમણૂંકપત્રો અને એપ્રેન્ટિસશીપ કરારપત્રોનું વિતરણ કરાયું

રાજ્ય સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મ જયંતિ નિમિત્તે સુશાસન સપ્તાહની ૨૫ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધી ઉજવણી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને સુશાસન સપ્તાહના છઠ્ઠા દિવસે એટલે કે આજે ૩૦ ડિસેમ્બરના ગુજરાત રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી વિનોદ મોરડીયાની અધ્યક્ષતામાં શહેરના દિલીપભાઈ સંઘાણી સાંસ્કૃતિક હોલ ખાતે રોજગાર વિભાગ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો.

સાંસદ શ્રી નારણભાઇ કાછડીયાએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ રોજગાર અને સ્વરોજગારલક્ષી યોજનાઓની અને અમરેલી જિલ્લામાં રોજગાર વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની આંકડાકીય માહિતી આપી હતી. આ ઉપરાંત આજે એપ્રેન્ટિસ યોજનાના કરારપત્રો, રોજગાર નિમણૂંકપત્રો અને એપ્રેન્ટિસશીપ કરારપત્રો મેળવી રહેલા ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી.

રાજ્યમંત્રીશ્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે જિલ્લાના યુવાનોને એપ્રેન્ટિસ યોજનાના કરારપત્રો, રોજગાર નિમણૂંકપત્રો અને એપ્રેન્ટિસશીપ કરારપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતેના કાર્યક્રમનું વેબકાસ્ટના માધ્યમથી જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા, અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલીયા, અમરેલી નગરપાલિકાના પ્રમુખ સુશ્રી મનીષાબેન રામાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ, તાલુકા પંચાયતના પ્રમુખ સુશ્રી પ્રજ્ઞાબેન સાવલીયા અને બહોળી સંખ્યામાં યુવા ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/