fbpx
અમરેલી

ભાજપના રાજમાં સરકારી બેન્કોનુ ખાનગીકરણ ખતરાની ઘંટી સમાન : અમરેલી તાલુકા કોંગી પ્રમુખ મનીષ ભંડેરી

ભારત દેશમાં જયારથી કેન્દ્રમાં ભાજપનું શાસન આવ્યું ત્યાર થી જ દેશની અદ્યોગતીની શરૂઆત થઈ ગઈ છે, કેન્દ્રની ભાજપ સરકાર દીન પ્રતિદીન સરકારી સંપતિઓ વહેચી રહી છે, છતાં પણ દેવું ભરપાઈ કરી શકતી નથી, છેલ્લા ઘણાં સમયથી કેન્દ્રની મોદી સરકાર સરકારી બેન્કોનું ખાનગીકરણ કરવાની દીશામાં આગળ વધી રહી છે, જે દેશ માટે ખતરા સમાન છે,કેન્દ્રમાં ભાજપના રાજમાં છેલ્લા ૭ વર્ષમાં પોતાના મિત્ર એવા ઉદ્યોગપતિઓના ૧ર.૩૮ લાખ કરોડ માંડવાળ કરવામાં આવ્યા છે, જે ચિંતાનો વિષય છે, બીજી બાજુ જગતના તાત એવા ખેડુતના મામુલી દેવા પણ ભાજપ સરકારને માફ કરવામાં તકલીફ પડે છે, વર્ષ ર૦૧૪ પહેલા આવી માંડવાળની રકમ બેન્કના નફા કરતા પ૦% કે તેથી ઓછી રહેતી હતી,

પરંતુ ભાજપ સરકાર આવ્યા પછી આ રકમ બેન્કના નફા કરતા વધી ગઈ છે જેથી કરીને બેન્કો ફડચામાં જાય તેવી પરિસ્થિતનું નિર્માણ થયુ છે, જે ભાજપ પક્ષને સરકાર ચલાવવામાં ગતાગમ પડતી નથી તે સાબિત કરે છે.જો ભાજપ સરકાર ધરાહાર સરકારી બેન્કોનું ખાનગીકરણ કરશે તો અનામત વર્ગના લોકોને નોકરીના દરવાજા બંધ થઈ જશે તથા બેન્ક સેવા મોઘી થાશે અને દેશના લોકોની થાપણ ખાનગી કંપનીઓના હાથમાં જતી રહેશે તથા દેશના લોકોની બેન્કમાં જમા પૂંજી પણ સલામત નહી રહે વગેરે જેવા ગંભીર પ્રશ્નો ઉદભવશે. નવાઈની વાત એ છે કે ભાજપ સરકાર સરકારી બેન્કો પોતાના માનીતા એવા ઉદ્યોગપતિઓ જે બેન્કોની કરોડો, અબજો રૂપિયાની લોન ભરી શકતા નથી તેવા લોકોને સરકાર બેન્ક સોંપવા માંગે છે જે સાબિત કરે છે કે ભાજપ સરકાર અને ઉદ્યોગપતિઓની મિલિભગત છે. ભાજપ સરકાર પોતાના માનીતા ઉદ્યોગપતિઓને સરકારી બેન્કો વહેચીને દેશમાં મૂડી પતીઓનું સામ્રાજય સ્થાપવા માંગે છે તેને કયારેય ચલાવવામાં નહી આવે તેવી ગંભીર ચીમકી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/