fbpx
અમરેલી

સાવરકુંડલામાં ફૂટવેરના વેપારીઓએ GST વધારાના વિરોધમાં દુકાનો બંધ રાખી સૂત્રોચ્ચાર કર્યા

સમગ્ર ગુજરાતમાં જી.એસ.ટી.વિરોધમાં ફૂટવેરના વેપારીઓ દ્વારા બંધ રાખી વિરોધ દર્શાવી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લામાં રેડીમેઈડ બાદ ફરી ફૂટવેરના વેપારીઓ દ્વારા વિરોધ દર્શાવ્યો છે. સાવરકુંડલા શહેરના ફૂટવેર એસોસિએશનના તમામ વેપારીઓ દ્વારા આજે બંધ પાળી રોષ ઠાલવી રહ્યા છે. પગરખા પર જી.એસ.ટીમાં 5%થી વધારી 12 % કરતા વેપારીઓએ વિરોધ દર્શાવ્યો છે અહીં સાવરકુંડલામા થોડા દિવસ પહેલા રેડીમેઈડ કાપડ બજાર દ્વારા બંધ પાળી વિરોધ દર્શાવ્યો હતો ત્યારે આજે ફરી ફૂટવેરના વેપારીઓ પણ મેદાને આવ્યા છે.

સાવરકુંડલાના ફૂટવેર એસોસિએશન પ્રમુખ સુધીરભાઈએ જણાવ્યું 5 ટકાની જગ્યાએ 12% જી.એસ.ટી. કરવામાં આવતા અમે બંધ પાડ્યો છે. અમે સરકારને રજૂઆત કરીશું, અમારી માગ છે કે પહેલા 5 ટકા જીએસટીનો દર હતો તે યથાવત રાખવામાં આવે. સાવરકુંડલા વેપારી મિલનભાઈ એ જણાવ્યું 5 % માંથી 12% જી.એસ.ટી.લગાવવામાં આવ્યો છે જેના કારણે બંધ રખાયું છે જેમાં મધ્યમ વર્ગ સહિત વેપારીઓને ભારે નુકસાન છે અમારી એકજ માંગ ફરી 5%માં સમાવેશ કરો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/