fbpx
અમરેલી

અમરેલીનાં શ્રવણ પ્રસાદ સેવા કેન્‍દ્ર દ્વારા ગરીબ બાળકોને શિક્ષણ અપાશે

સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્‍થા પ્રકૃતિ એજયુકેશન એન્‍ડ વેલફેર ટ્રસ્‍ટ દ્વારા શ્રવણ પ્રસાદ સેવા કેન્‍દ્ર જે જરૂરિયાતમંદો, એકલા રહેતા વૃઘ્‍ધ વડીલોને ઘરે બેઠા બન્‍ને ટાઈમ ભોજન પહોંચાડે છે. સાથો સાથ તેમને મેડિકલ સેવા, જરૂરી ચપ્‍પલ, મોજા તેમજ ગરમ કપડાની પણ સેવા પૂરી પાડે છે. આ સંસ્‍થાના સેવાભાવી ટીમે એક જરૂરી તથા શિક્ષણનીજયાં જરૂર છે જેઓ તેનાથી વંચિત છે તેવા ઝૂંપડપટ્ટીના બાળકોને શિક્ષણ આપવાની સેવા કરવાનું વિચાર્યું અને કર્મયોગીએ હામ ભીડી એક કાર્યક્રમ શરૂ કર્યો. વંચિતોને વિદ્યા કાર્યક્રમ શિતળા માતાના મંદિર પાસેની ઝૂંપડપટ્ટી, બ્રાહ્મણ સોસાયટીની પાછળની વસ્‍તી, વરસડા રોડની વસ્‍તી આમ કુલ ત્રણ વિભાગમાં શરૂ કરવાનું વિચાર્યું હાલ બે સ્‍થળે કાર્યક્રમ ચાલુ છે. આ કાર્યમાં એક ટીમ જેમાં કુ. ભારતીબેન પંડયા, ડો. રેખાબેન મહેતા, સોનલબેન ગઢીયા, રેખાબેન મકવાણા, પ્રવિણાબેન પંડયા તથા ડી.જી. મહેતા (પેન્‍ટર), હરૂભાઈ બાટવીયા વગેરે કાર્ય પ્રારંભ કરેલ. આજે આ સંસ્‍થામાં 1ર0 બાળકોને સાંજે નાસ્‍તા સાથે વિવિધ પ્રવૃતિ સાથે અક્ષરજ્ઞાન વગેરે આપવામાં આવે છે. આ અમરેલીના સેવાયજ્ઞીઓના સહકારથી ચાલે છે. જેઓ આ સમાજનું ઋણ અદા કરનારા સેવાભાવી લોકો યથાશકિત મદદ કરે છે. આવા બાળકોને સ્‍વેટર એક દાતા તરફથી આપવામાં આવેલ તા.1/1ના રોજ કાર્યકર્તાઓની બેઠક રાખવામાં આવેલ. તેમાં રૂા. પ,000 ડો. રેખાબેન મહેતા તથા રૂા. 1000 હરૂભાઈ બાટવીયા, રૂા. પ00 ભીખુભાઈ અગ્રાવત તથા મકરસંક્રાંતિના પાવન દિવસે નરેશભાઈ શાહ તરફથી વંચિત બાળકોને આપવામાં આવશે. આવા બાળકો જેની જે ખરેખર જરૂરિયાત ધરાવે છે ત્‍યારે સમાજના જે સેવાભાવી વ્‍યકિતઓ જેનાદિલમાં અનુકંપાની સરવાણી વહેતી હોય તે કંઈકને કંઈક જરૂરિયાતવાળા બાળકોને મદદ કરવા ઈચ્‍છા ધરાવતા હોય, ઈશ્‍વરની પૂજા સમાન આવા બાળકોને મોટા થઈ સ્‍વમાનભેર જીવન વિતાવી તેવા શુભ આશય સાથે આ સેવા કાર્ય કરવામાં આવે છે. આ સેવા કાર્યમાં આપની મદદની જરૂર છે. મો. 9ર6પપ 34848, 94ર69 3801પ આ નંબર ઉપર આપ સંપર્ક કરી શકો છો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/